________________
ગુણની પ્રત્યે અનુરાગ જાળવી રાખવો એ સહેલું નથી. કોઈ પણ ગુણની પ્રાપ્તિ થઈ ગયા પછી એ ગુણ નાશ ન પામે તે માટે આ ગુણાનુરાગ કેળવી લેવાની જરૂર છે. દાન આપનાર, દાન નહિ આપનારની નિંદા ન કરે, તપ કરનાર તપ નહિ કરનારની નિંદા ન કરે અને સદાચાર સેવનાર અસદાચારીની નિંદા ન કરે તો ભાવધર્મને પામવાની યોગ્યતા આવે. પોતે સારામાં સારી રીતે દાન આપતો હોય, સદાચાર સેવતો હોય, તપ કરતો હોય છતાં ય જેઓ પોતાની શક્તિ મુજબ થોડું પણ દાન આપે, થોડો પણ સદાચાર સેવે, થોડો પણ તપ કરે તો તેના તે ગુણને આગળ કરે. આ ગુણ નહિ આવે તો બાકીના પાંચે ગુણ મેળવેલા નકામા જવાના. પોતાના દોષોનો ઢગલો જેને દેખાય તેને ગુણાનુરાગની કિંમત સમજાવવી ન પડે. આપણા દોષપૂર્ણ જીવનનો અંત લાવવો હશે તો થોડો પણ ગુણાનુરાગ પ્રગટાવ્યા વિના નહિ ચાલે. ગુણાનુરાગ એ ગુણ નથી, પરંતુ ગુણને આવવાનો માર્ગ ખુલ્લો કરે છે માટે તે ગુણરૂપ ગણાય છે. ગુણનું અથાણું ગુણાનુરાગને ખેંચી લાવે છે અને અનુકૂળતાનું અર્થપણું સુખના રાગને પુષ્ટ બનાવે છે. સુખના રાગને ટાળ્યા વગર ગુણાનુરાગ નહિ આવે. બીજાના નાનામાં નાના ગુણની પ્રશંસા કરે અને પોતાના નાનામાં નાના દોષને લઇને પોતાને અત્યન્ત નિર્ગુણી માને તો સમજવું કે ગુણાનુરાગ પ્રગટ્યો. જિનકલ્પી મહાત્મા ગમે તેટલું ઊંચામાં ઊંચું ચારિત્ર પાળે છતાં વિકલ્પીને નીચા ન ગણે. કારણ કે સ્થવિરકલ્પ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org