________________
શક્તિ મેળવીને, હૈયું કેળવીને ગુરુના આદેશને કરવા તત્પર હોય - આ જ એની ભાવસાધુતા છે. ગુરુની આજ્ઞા નહિ પાળીએ તો આપણે અવશ્ય ગુરુના ઉપેક્ષાપાત્ર બનવાના. ગુરુના ઉપેક્ષાપાત્ર બનીએ એના બદલે ગુરુના આજ્ઞાપાત્ર (ગુરુની આજ્ઞાને પાત્ર-યોગ્ય) બનીએ એમાં જ આપણું ગૌરવ છે અને વસ્તુત: આપણું કલ્યાણ પણ એમાં જ સમાયેલું છે. ગુરુના આદેશને ઝીલતાં થઈએ તો ભગવાનના શાસનની આરાધના અને ક્રમે કરીને રક્ષા અને પ્રભાવના પણ શક્ય બને છે. વર્તમાનમાં તો પ્રાયઃ એવી દશા છે કે ગુરુ આદેશ કરે તો ગુરુને સલાહ મળે. ગુરુભગવન્ત આજ્ઞા આપે ત્યારે તેમને સામે સલાહ આપવી – એટલે ગુરુનો આદેશ પાછો સુપ્રત ર્યો - એમ સમજવું.
સવ અમારા જેવું તમારે ત્યાં પણ હોય ?
એક સંસાર છોડીને અહીં બીજો નવો સંસાર ઊભો કરે - એવાને આ બધું નડવાનું.
સવ બીજો સંસાર ક્યો ?
માનપાન મળે એવાં આયોજન કરવાં, શિષ્યશિષ્યા, ભકતભતાણી ભેગાં કરવાં એ સાધુનો નવો સંસાર છે.
સ૦ સાધુને ભગત હોય ?
સાધુના જ ભગત હોય. સાધુના ભક્ત થવામાં વાંધો નથી. સાધુ પોતાના ભક્ત માને એમાં વાંધો છે. જે સાધુ ગૃહસ્થને પોતાના ભકત માને અને એમાં રાજી થાય તેના ભક્ત થવામાં વાંધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org