________________
સાધુભગવન્તને શાતા પૂછે ત્યારે પણ દેવ-ગુરુના પ્રસાદને આગળ કરનારા સાધુ મારા આટલા ભગત છે - એવું કઈ રીતે બોલી શકે કે માની શકે ? અને આ રીતે માનસન્માનની લાલસામાં પડેલા અને ઇચ્છા મુજબ જીવવા માટે ટેવાયેલાઓ વાતવાતમાં ગુરુની હિતશિક્ષાને પાછી વાળે એમાં નવાઈ નથી. ભાવસાધુ આવા ન હોય. ભાવસાધુ સલાહ આપે નહિ, સલાહ ઝીલે.
સ૦ શિષ્યની ભૂલ થાય તો ગુરુ વિશાળથી હોવાથી નભાવી લે ને ?
પાણી આપનારો ગમે તેટલો ઉદાર હોય તોય કાણા પાત્રમાં તો પાણી ન ભરે ને ? કાણું પાત્ર લઈને આવે તેને પાણી ન આપવું તે ઉદારતા. બહુ બહુ તો કહે કે તારું પાત્ર સાંધી લાવ પછી પાણી આપું. એવી રીતે અયોગ્યને યોગ્ય બનાવવા માટે મહેનત કરીએ પણ અયોગ્યતા છોડે નહિ તો તેની ઉપેક્ષા કરવી એ જ ઉદારતા.
૬ ગુણાનુરાગ :
આ રીતે માર્થાનુસારી ક્રિયા, પ્રવર શ્રદ્ધા, ઋજુભાવે પ્રજ્ઞાપનીયતા, ક્રિયામાં અપ્રમાદ અને શક્યાનુષ્ઠાનમાં આરંભ આ પાંચ ગુણો જેનામાં કેળવાયા હોય તેવા ભાવસાધુને નાનામાં નાના સાધુના પણ ગુણની પ્રત્યે અનુરાગ થયા વગર ન રહે. આ મહાન એવો ગુણાનુરાગ એ ભાવસાધુનું છઠું લિંગ છે. પ્રણિધાન નામના આશયમાંથી જન્મેલો આ છઠો ગુણ છે. પોતે ગમે તેટલી ઊંચી કક્ષાએ પહોંચેલો હોય છતાં ય પોતાના કરતાં હનગુણીના પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org