________________
મોહના ઘરની નહિ. માત્ર સાથે રહેવાની પ્રીતિ તે મોહજન્ય પ્રીતિ.
જ્યારે તારક્તાના ઘરની પ્રીતિ તો માત્ર સાથે ન રાખે, એક જ માર્ગે રાખે. મોહજન્ય પ્રીતિ માત્ર વ્યક્તિના સાથને ઇચ્છે જ્યારે તારક્તાની પ્રીતિ, તારક માર્ગે સાથને ઇચ્છે. તારક માર્ગે હૈયાં મળેલાં હોય તે તારકતાના ઘરની પ્રીતિ. આજે દીક્ષા લેવાની ભાવનાવાળા ગુરુની શોધમાં નીકળે તો ગુરુની તારકતા જુએ કે વાત્સલ્ય જુએ ? ગુરુ ગમી જાય તો દીક્ષા લેવાની કે આજ્ઞા ગમે તો દીક્ષા લેવાની ? જેને આજ્ઞા પ્રત્યે પ્રેમ જાગે તે ગુરુનું વાત્સલ્ય જોવા ન બેસે. માર્ગનું જ્ઞાન અને તારક્તા : એ બે જુએ એટલે ચરણે માથું ઝુકાવીને બેસી જાય. ગુરુ ગમ્યા પછી દીક્ષા લેતાં વાર નથી લાગતી. પરંતુ માત્ર ગુરુ ગમી જવાથી દીક્ષા લેનારા પછી શિક્ષા લેવા તૈયાર નથી થતા. પ્રેમથી બોલાવે એવા ગુરુ સારા કે ધોલ મારીને પણ ભૂલ બતાવે અને માર્ગે સ્થિર કરે એવા ગુરુ સારા ? તારક ગુરુ તો તેને કહેવાય કે જે સુખનો રાગ છોડાવે, અનુકૂળતાનું અથાણું દૂર કરી આપે અને પ્રતિકૂળતામાં સમાધિ કેવી રીતે રાખવી તે શીખવે. શકિતનું માપ કાઢવા માટે કડકમાં કડક અનુષ્ઠાન કરાવે. આપણે આર્યમહાગિરિજીના દૃષ્ટાન્તમાંથી પણ એ જ વસ્તુ જોવી છે કે તેમણે શક્તિ ક્યાં સુધી તપાસી ! જિનકલ્પનો વિચ્છેદ થયેલો હોવા છતાં જિનકલ્પની તોલે આવે એવો આચાર પાળવા માટે આર્યમહાગિરિજી તૈયાર થઈ ગયા હતા. આવી આરાધના કરવાની તૈયારી જે દિવસે આવશે તે દિવસે આપણે ભાવસાધુના શક્યારંભગુણને પામી શકીશું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org