Book Title: Ansh Vachnano Sara Dvadashangino 1
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 179
________________ ગુણની તાલાવેલી જાગે એનું અહીં કામ છે. નંદીષેણમુનિને તાલાવેલી કેવી હતી ? બધા ના પાડે છતાં ગયા ને ? શતિ તો ગુણની તાલાવેલીમાંથી જન્મે છે. ગુણની તાલાવેલીના કારણે શક્તિની ઉપરવટ થાય તો તેનો જ્ઞાનીભગવન્તો બચાવ કરશે. પરંતુ માત્ર દેખાદેખીથી શતિની ઉપરવટ થઇને અનુષ્ઠાન કરે તે તો મહાઅનર્થનું કારણ બન્યા વિના નહિ રહે. આર્યમહાગિરિજી જિનકલ્પતુલ્ય આચાર પાળવા લાગ્યા. આ બાજુ આર્યસુહસ્તિસૂરિ પણ ગામાનુગામ વિહરવા લાગ્યા. એમ વિચરતા એક વાર પાટલીપુર નગરમાં પધાર્યા. ત્યાં તેમની દેશના સાંભળીને વસુભૂતિ નામનો શ્રેષ્ઠી પ્રતિબોધ પામ્યો. પ્રતિબોધ પામેલા વસુભૂતિશ્રેષ્ઠીને પોતાના સ્વજનપરિવારને પણ પ્રતિબોધ પમાડવાની ઈચ્છા જાગી. આથી વસુભૂતિએ આર્યસુહસ્તિસૂરિને પોતાના નિવાસે પધારી સ્વજનોને પ્રતિબોધ કરવાની વિનંતી કરી. જ્ઞાનનિધાન ગુરુએ તેની વિનંતી સ્વીકારી, તેના નિવાસસ્થાનમાં જઈ સ્વજનપરિવાર આગળ ધર્મકથા કરવાની શરૂઆત કરી. એવામાં ભિક્ષાર્થે નીકળેલા આર્યમહાગિરિજી ત્યાં આવી ચઢચા. આર્યમહાગિરિજીને જોતાંની સાથે જ આર્યસુહસ્તિસૂરિ સહસાત્કારે હર્ષોલ્લાસથી ઊભા થઈ ગયા. તેમને જોતાંની સાથે આર્યમહાગિરિજી ત્યાંથી પાછા ફર્યા. આ બનાવ જોઈને વિસ્મય પામેલો વસુભૂતિશ્રેષ્ઠી પૂછવા લાગ્યો કે, ‘ભગવન્ ! આપના કરતાં પણ સમર્થ એવા અન્ય મુનીશ્વર કોઈ છે ખરા કે જેથી આપ એમને જોતાંની સાથે Jain Education international ૧૭૬ Fer Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194