Book Title: Ansh Vachnano Sara Dvadashangino 1
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 175
________________ ચાલુ રાખ્યું. આથી તે હવે જ્ઞાનગર્ભિત ન રહયું, મોહગર્ભિત બની ગયું. પહેલાં ઇન્દ્રિયનું નિવર્તન તો લાલસાને મારવા માટેનું હતું, હવે એ જ ઇન્દ્રિયનિવર્તન લાલસાને પોષવાના આશયથી ચાલુ હોવાથી તેમનો વૈરાગ્ય મોહગર્ભિત હતો - તે સમજી શકાય છે. ભગવાનની વાત બુદ્ધિમાં બેસે તો માનવી તે શ્રદ્ધા ન કહેવાય. બુદ્ધિમાં બેસે કે ન બેસે, ભગવાન કહે છે માટે સાચું છે એમ માનવું તેનું જ નામ સાચી શ્રદ્ધા. આપણી વાત તો એ હતી કે ઇન્દ્રિયનો નિરોધ શક્ષિત ઉપરાંત પણ નથી કરવાનો અને સાથે સાથે શિક્ત ગોપવીને પણ નથી કરવાનો. પૂરેપૂરી શક્તિ વાપરીને કરવાનો. કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતી વખતે કષ્ટ તો પડવાનું જ છે. કષ્ટથી ગભરાય તે સાધના ન કરી શકે. આપણને કષ્ટ ભોગવવા માટે જ ભગવાનનું શાસન મળ્યું છે. જે ભગવાન પોતે કષ્ટ વેઠે, બીજાને કષ્ટ વેઠવાનો ઉપાય બતાવે તે ભગવાન પાસે દુ:ખ ટાળવાની વાત કરાય ? આપણા ભગવાન દુ:ખ ન ટાળે, દુ:ખની કાયરતા ટાળે. ભગવાને શ્રેણિક મહારાજાની નરક ટાળી કે નરકના દુ:ખનો ભય ટાળ્યો ? જ્યાં સુધી દુઃખ ટાળવાનું મન છે ત્યાં સુધી કોઈ ધર્મ કરવાની યોગ્યતા નહિ આવે. દુ:ખની કાયરતા ટળે તો શક્યાનુષ્ઠાનનો આરંભ કરી શકાય. જે પ્રજ્ઞાપનીય હોય તેને ગુરુ આદેશ કર્યા વગર ન રહે. અને ગુરુનો આદેશ મળે તો ગુરુભગવન્ત જે કહે તે કર્યા વગર ન રહેવું. પોતાનું સંઘયણબળ આંખ સામે રાખીને શક્તિ મુજબ કર્યા કરવું Jain Education International ૧૭૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194