________________
તો એટલામાત્રથી જ મિથ્યાત્વ ન લાગે. પણ કેવળીભગવન્તનું તો એક પણ વચન ન માનવું એ તો તેમના કેવળજ્ઞાનમાં શંકા કરી કહેવાય. જે કેવળજ્ઞાનને ન માને તેને તો મિથ્યાત્વમોહનીયનો જોરદાર ઉદય થયો-એમ કહેવાય. આવા મોહના ઉદયમાં ગમે તેવો ઝળહળતો વૈરાગ્ય પણ મોહગર્ભિત જ મનાય કાચના વાસણમાંથી માત્ર એક જ કરચ ખરી પડે તો વાસણ આખું કહેવાય કે ફૂટેલું ? વાસણ તો આખું એવું ને એવું જ છે છતાં હવે નકામું કહેવાય ને ? તેમ એક વચન ન સ્વીકારે તો બાકીનું બધું વચનનું પાલન પણ મિથ્યાત્વમૂલક હોવાથી નકામું કહેવાય.
સ૦ દુઃખ અસહ્ય લાગ્યા પછી પણ ઇન્દ્રિયનું નિવર્તન શા માટે ચાલુ રાખ્યું?
ભગવાનનું એક વચન ન માન્યા પછી ભગવાનનાં બીજાં વચન માને તો તે ભગવાને કહ્યું છે માટે નહિ, પોતાને બરાબર લાગે છેપોતાના સ્વાર્થને સિદ્ધ કરી આપનાર લાગે છે માટે માને છે. પોતાની બુધિમાં-તર્કમાં જેટલું બેસે એટલું માનવું એ ભગવાનના વચનની શ્રદ્ધા નથી. ભગવાનના વચન પર અશ્રદ્ધા થયા પછી પણ ઈન્દ્રિયનિવર્તન એવું ને એવું જ ચાલુ રાખ્યું હતું તે માનસન્માનની અને પરલોક્ના સુખની લાલસાથી ચાલુ રાખ્યું હતું. દુઃખ અસહ્ય લાગ્યા પછી પણ હવે જો ઇન્દ્રિયનિવર્તન નહિ કરે તો પોતાની વાત કોઈ નહિ સ્વીકારે. પોતાના સિદ્ધાન્તનું પ્રતિપાદન પણ નહિ કરી શકાય અને પરલોકમાં સુખ નહિ મળે આથી ઇન્દ્રિયનિવર્તન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org