________________
મર્યાદાથી દૂર હોય તેને કે જે મર્યાદા સુધી પહોંચ્યા હોય તેને ઘરે બેસેલાને સીમા ઓળંગવી નહિ એવું નથી કહેતા. સીમાડે પહોંચેલો હોય તેને કહેવું પડે કે – સીમ ઓળંગવી નહિ. એવી રીતે અહીં પણ શક્તિની મર્યાદા સુધી તો પહોંચવાનું જ. જેટલી શક્તિ છે તેમાંથી જરાક પણ શક્તિ ગોપવવી નહિ. બધી શક્તિ ખર્ચવાની પણ શક્તિથી ઉપરવટ ન થવું - તેનું નામ યથાશક્તિ. વર્તમાનમાં, ભગવાને જે આચાર આ કાળના જીવો માટે બતાવ્યા છે તે આચારો ગુરુભગવન્તની આજ્ઞા મુજબ પાળવામાં આવે તો આ શક્યારંભ નામનો ગુણ પામવાનું ખૂબ જ સરળ બની જાય. સર્વજ્ઞ એવા ભગવાન અશક્યનો ઉપદેશ કદી ન આપે અને જો આપે તો એ ભગવાન જ ન કહેવાય. જો વિધાન કર્યા પછી તેના પાલનનો માર્ગ ન બતાવે તો લોકો ઉન્માર્ગે ગયા વિના ન રહે. આથી ભગવાને શક્ય અનુષ્ઠાનો કરણીય તરીકે જણાવ્યાં. ભગવાને પોતે; જેવું કહ્યું, જેવું બતાવ્યું તેના કરતાં કંઈકગણું ઊંચું પાળ્યું હતું. એવા ભગવાનના વચનમાં શંકા ર્યા વગર ભગવાને જે અનુષ્ઠાનો બતાવ્યાં હોય તે પોતાની શક્તિ અનુસાર કરવા માંડવાનાં. એ અનુષ્ઠાનોને અનુરૂપ શક્તિ મેળવવા માટે પ્રયત્ન કરવા માંડવાનો. કોઈ પણ જાતની શતિ ગોપવ્યા વગર અનુષ્ઠાન કરવાનો પ્રયત્ન કરવાથી ભગવાનના વચન પ્રત્યેનો આદર સૂચિત થાય છે. શક્તિથી ઉપરવટ થઈને અનુષ્ઠાન કરવાના કારણે આર્તધ્યાનનો પ્રસંગ આવે છે. આથી જ શાસ્ત્રમાં, જેના કારણે આર્તધ્યાન ન થાય, સ્વાધ્યાયાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org