________________
પ્રમાદ અને પ્રતિકૂળ વિષયોની નફરત એ પણ પ્રમાદ. વિષયકષાયનો રાગ ઓછા-વધતા પ્રમાણમાં તમને ય નડે અને અમને ય નડે.
સ) આપને ન નડે.
અમને ય નડે. અમે જો સાવધ ન રહીએ તો આ વિષયકષાયનો પ્રમાદ અમારા સાધુપણાને ભરખી જાય. વિષયષાયરૂપ પ્રમાદ ભંડો છે – એ સમજવા માટે બપ્પભટ્ટસૂરિજીનું દૃષ્ટાન્ત કાયમ યાદ રાખવું. બપ્પભટ્ટસૂરિજીને આચાર્યપદવી આપતી વખતે એ પદવીની ક્રિયા શરૂ કરવા પહેલાં બપ્પભટ્ટસૂરિજીના ગુરુને તેમને જોઈને સહેજ વિચાર આવી ગયો કે “આ યૌવન વય, તેજસ્વી કાયા, અપ્રતિમ બુદ્ધિપ્રતિભા, રાજા જેવો ભગત અને એની સાથે આ આચાર્યપદવીનો યોગ : આ બધું આને પતનની ગર્તામાં લઈ જનારું તો નહિ બને ને ? આ વિચારના કારણે ગુરુભગવન્તના મુખ ઉપર સહેજ ગ્લાનિ છવાઈ ગઈ. એ જોઈને બપ્પભટ્ટસૂરિજીએ તરત પદવીની ક્રિયા અટકાવી દીધી. ગુરુભગવન્તની અપ્રસન્નતા હોય તો ગમે તેવું સારામાં સારું ગણાતું કામ પણ નથી કરવું. આવા નિશ્ચયથી તેમણે ગુરુભગવન્તને અપ્રસન્નતાનું કારણ પૂછ્યું. ગુરુભગવત્તે પણ પોતાના મનનું શલ્ય જણાવ્યું. એ સાંભળતાંની સાથે જ બપ્પભટ્ટસૂરિજીએ ગુરુભગવન્તના મનની શંકાનું નિરાકરણ કરવા માટે તે જ સમયે ચાવજ જીવ છ વિગઈના અને ભગતના ઘરની ગોચરીના ત્યાગનો અભિગ્રહ લઈ લીધો. જૈનશાસનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org