________________
ન આપે, છ કલાકથી વધુ નિદ્રા નથી લેવી-આવો નિર્ણય કરે તો સાધના અવિરતપણે ચાલ્યા કરે. - સાધુપણું આવે કે ન આવે આ ભવમાં સાધુપણાની યોગ્યતા કેળવીને જવું છે, જેથી આવતા ભવમાં આઠમા વર્ષે દીક્ષા પામી શકીએ. સાધુપણાની યોગ્યતા કેળવવા માટે પ્રમાદને ટાળવાથી શરૂઆત કરવાની. પ્રમાદ આજ્ઞાને દૂર રાખે છે. અપ્રમત્ત અવસ્થા આજ્ઞા પળાવે છે. પાંચ પ્રકારના પ્રમાદને ધર્મબિંદુમાં અનાર્ય કડ્યો છે. આવી ઉત્તમમાં ઉત્તમ કોટિની સામગ્રી મળ્યા પછી પણ સાધકો મોક્ષે ન પહોંચતા હોય, આત્મકલ્યાણ ન સાધતા હોય અને દુર્ગતિ સાધતા હોય તો તેમાં કારણરૂપ આ અનાર્ય એવો પ્રમાદ જ છે. આર્યકુળમાં જે પ્રમાદને સ્થાન નથી તે પ્રમાદ, આપણા જેવા કે જેઓ આર્યકુળમાં જ નહિ પણ જૈનકુળમાં આવ્યા, તેમાં ય વળી શ્રાવકપણું, આગળ વધીને સાધુપણું - ભાવસાધુપણું પામ્યા તેઓને ક્રવો કેમ પાલવે ? સંસારના સુખના ઈરાદે પણ લોકો જો પાંચ પ્રકારનો પ્રમાદ ખંખેરી શકતા હોય તો અહીં આપણને મોક્ષસુખ ગમી જાય, શાસન ગમી જાય તો પ્રમાદ ટાળવો અશક્ય નથી. બપ્પભટ્ટસૂરિજીને યાદ કરીએ તો વિષયકષાયની પરિણતિ માર્યા વગર છૂટકો નથી- એમ લાગ્યા વગર નહિ રહે. આપણા જીવનને વૈરાગ્યમાર્ગે વાળવાનો આ એક ઉપાય છે. આ જીવનમાં જો આટલું સાધી લઈએ તો ચોક્કસ નજીકમાં નક્કર પરિણામ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org