________________
ત્યાગધર્મ કેવો અનુપમકોટિનો છે-એ આવા આચાર્યભગવન્તોના જીવનચરિત્ર ઉપરથી સમજી શકાય છે. આવા મહાપુરુષો જ સ્વપરના તારક બની શકે છે. પ્રભાવનાનું સત્ત્વ એમના હૈયામાં, એમની બુદ્ધિમાં અને એમના કાંડામાં હતું. પ્રભાવના કરવાનો અધિકાર તો આવા મહાપુરુષોને હોય. આપણે તો આપણા આત્માને બચાવી લઈએ, તારી લઈએ તો ઘણું આવા મહાપુરુષોનું જીવન જોતાં એમ લાગે કે વિષયકષાયનો પ્રસાદ ટાળ્યા વિના નહિ ચાલે. ‘મળે છે માટે વાપરવું છે. આ સિદ્ધાન્તને બાજુએ મૂકી ‘જોઈતું નથી માટે છોડી દેવું છે. આ સિદ્ધાન્તને અપનાવવાની જરૂર છે. જે વસ્તુ આજે નહિ તો કાલે જવાના સ્વભાવવાળી છે એ નહિ જાય તો ય જેને આપણે તો છોડીને જ જવાનું છે એના માટે આપણો સ્વભાવ વીસરી જવો એ તો કેવી મૂર્ખાઈ છે? મરણ દેખાતું નથી માટે આ બધો વિભાવ ફૂલ્યોફાલ્યો છે. મરણ દેખાવા માંડે તો સ્વભાવ-દશા આવવા માંડે. દુનિયામાંથી આપણે એક દિવસ ઊપડી જવાનું છે એ યાદ આવે તો વિષયનો ને કષાયનો રસ ઊડી ગયા વિના ન રહે. વિષયક્ષાયનો રસ જેનો ઊડી જાય તેની નિદ્રા પણ અલ્પ થઈ જાય. નિદ્રા અલ્પ હોય તો સાધના કરવાનું સરળ બને. અનિદ્રાવાળા સ્વાધ્યાય પણ કરે અને કદાચ ધ્યાન ધરવું હોય તોય નિદ્રાના ભોગે ધ્યાન ધરે એટલે બેવડી નિર્જરા સાધે. જો નિદ્રા ન ઘટાડે અને ધ્યાન ધરવાનો આગ્રહ રાખે તો સ્વાધ્યાયનો જ ભોગ લેવાવાનો. ભલે શરીર કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org