________________
અર્થ કરો છો ? ભગવાનના સમવસરણમાં ત્રણસો ત્રેસઠ પાખંડી પોતાનો ફાવતો અર્થ કરવા માટે જ આવતા હતા અને એના કારણે તેઓ સંસારમાં રખડ્યા. દેશનામાંથી પોતાનો ફાવતો અર્થ પુષ્ટ કરવાની વૃત્તિ આપણા આત્માને નુકસાન કરનારી છે. તેને વહેલામાં વહેલી તકે વિદાય આપવાની જરૂર છે.
સ૦ તપ કરે અને આવશ્યકકિયા ન કરે તો ? - અહીં આપણે ક્રિયામાં અપ્રમાદ નામનું લિંગ વિચારી રહ્યા છીએ એટલે એમાં કિયા તો આવવાની જ ને ? જે ક્રિયાના દેશી હોય તેવાને એક ગુણ ન મળે. ક્રિયા ન કરવા માત્રથી મિથ્યાત્વ નથી લાગી જતું, પણ ક્ષિા કરવાની જરૂર નથી એવું માનનારા મિથ્યાત્વી છે. જેને ક્રિયા જ ઉપાદેય ન લાગે તેના માટે ક્રિયામાં
અપ્રમાદ નામના લિંગની વાત જ નથી. ભગવાનના શાસનની ક્રિયાઓ આજ્ઞા મુજબ કરતાં આવડે તો એ મોક્ષની પ્રાસિનો અમોઘ ઉપાય છે. એમાત્ર પ્રમાદના રવાડે ચઢીને આ ક્રિયાઓનું મૂલ્ય ઘટાડવાનું કામ નથી કરવું. વર્તમાનનો આ પ્રમાદ ભવિષ્યમાં ડુંગરની જેમ આડો આવશે, જેના યોગે માર્ગ જોઈ પણ નહિ શકાય. મહાપુરુષોની વાતો સાંભળીને વિચાર કરતા થઈ જાઓ. માથું ઠેકાણે રાખીને ભગવાનની વાત, ભગવાનનો માર્ગ સમજીને ચાલવા માટે તૈયાર થઈ જાઓ.
સ૦ ગરમાગરમ રસોઈ સમયસર જોઈએ - તે પણ પ્રમાદ? વિષયની અપેક્ષામાત્ર પ્રમાદ, અનુકૂળ વિષયોનો રાગ એ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org