________________
અવિહડ રાગ હતો ? ઈન્દ્ર મહારાજાએ શ્રેણિક મહારાજાની પરીક્ષા કરવા માટે જ્યારે અનાચારી સાધુ અને વ્યભિચારી સાધ્વી બતાવી ત્યારે શ્રેણિક મહારાજાએ શું વિચાર કર્યો ? કોઈ માણસ ભૂલ કરે એમાં શાસનનો શો દોષ ? ભગવાનના શાસનના સાધુ કદાચ ખરાબ કરતા દેખાઈ પણ જાય તોય તેમાં શાસનની નિંદા ન કરે તેનું નામ શાસનનો રાગ. સાધુસાધ્વીની ગમે તેટલી ખરાબી આંખે ચઢી જાય તો ય હૈયે ન વસવી જોઈએ કે હોઠે ન આવવી જોઈએ. શતિ હોય, આવડત હોય તો તેમને માર્ગસ્થ બનાવવા પ્રયત્ન કરો, પણ જો એટલી તૈયારી ન હોય તો તેમની નિંદાથી બચી, તેમની ફુટ પ્રવૃત્તિમાં સહાય ન કરવા દ્વારા તમે પોતે માર્ગસ્થ બની રહો. ભગવાનનું શાસન જો તારનારું લાગતું હોય તો તેના પ્રત્યે રાગ કેળવીને તેને આરાધવાનું સત્ત્વ પ્રગટાવ્યા વિના નહિ ચાલે.
વિક્થાના પનારે પડેલા આજના ધર્મીવર્ગે ઘણું નુક્સાન વહોરી લીધું છે. ભગવાનના વચનનો વિરોધ કરતી હોય, ભગવાનના વચનથી વિપરીત હોય, વિરુદ્ધ ફળ આપનારી હોય, ધર્મકથાનો નાશ કરનારી હોય, સ્વાધ્યાયનો ભોગ લેનારી હોય... એ બધી જ વિકથા છે. વિક્થા અનર્થદંડનું પાપ ચોંટાડે છે. જેને વિથાનો રસ ન હોય, તેને સ્વાધ્યાય કરતાં કોઈ ન રોકી શકે. સ્વાધ્યાય કરતાં ઊંઘ આવે છે એવી ફરિયાદ કરનારા મળે, પણ સ્વાધ્યાય કરતાં વિકથાનો રસ નડે છે, વિષયકષાયની પરિણતિ નડે છે આવી
Jain Education International
૧૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org