________________
સસમજવા છતાં પરિણમતું કેમ નથી ?
સુખનો રાગ હજુ ગાઢ છે. રાગ મારવાનું મન નથી. ધર્મ કરતી વખતે વિષયષાયની પરિણતિ મારવી છે આવું કોઈ ધ્યેય જ હજુ સુધી કેળવાયું નથી એનું આ પરિણામ છે.
સવ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, અમારું મન જ ખરાબ
મન સાધવું એટલે શું? મનને સુખમાં સ્થિર કરવું છે કે દુઃખમાં સ્થિર કરવું તે ? સુખ પાછળ દોડવું તે મનની સાધના નથી. દુઃખ વેઠવા મનને તૈયાર કરવું અને સુખ છોડવા મનને તૈયાર કરવું- . એટલે મનને સાધવું મન તો પ્રમાદમાં સુખ માનવા ટેવાયેલું જ છે. આથી પરાણે પણ તેને પ્રમાદ ટાળવા માટે તૈયાર કરવું પડશે. પ્રમાદને ટાળવાની ભાવના જાગે એ માટે પણ દશવૈકાલિકસૂત્રનાં ચાર અધ્યયન કંઠસ્થ કરવાનો નિયમ લેવો છે? તમે શું વિચાર કરી આવ્યા? - સ0 આપ નવકાર, ઉવસગ્ગહરના બદલે દશવૈકાલિકસૂત્ર ઉપર આટલો ભાર શા માટે આપો છો ?
નવકાર મહામંત્ર વગેરેને તો તમે સંસારના સુખની લાલસાથી પડી બેઠા છો. તમારી દૃષ્ટિએ નમસ્કાર મહામંત્ર સંસારનું સુખ આપનાર છે. આથી એ સંસ્કાર ઊભા ન થાય માટે એ સૂત્રોનો અભિગ્રહ નથી આપતો. શ્રી દશવૈકાલિક સૂત્ર તો સાધુજનયોગ્ય છે- એવું યાદ આવતાંની સાથે સુખનો રાગ મંદ પડી જાય. સુખનો રાગ છૂટી જાય એ માટે આ દશવૈકાલિકસૂત્રનાં ચાર અધ્યયનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org