________________
ફરિયાદ કરનાર લગભગ કોઈ મળતું નથી. તેનું કારણ એ છે કે માત્ર નિદ્રાને જ પ્રમાદ માની બેઠા છીએ. બાકીના પ્રમાદ અમારૂપ લાગતા નથી. તપ કરતી વખતે પણ પ્રમાદ નડે ને ?
સવ તપ કરવાથી ક્રોધ આવે છે.
તપ કરવાથી ક્રોધ નથી આવતો, તપ કરતાં આવડતું નથી માટે ક્રોધ આવે છે. ભગવાનની આજ્ઞા મુજબ પ્રમાદને મારવો તેનું નામ તપ, તપ પ્રમાદને જીતવા માટે છે એના બદલે કષાય આવે, નિદ્રા આવે એવો તપ તમે કરતા હો તો તેવો તપ કરવાની રજા તમને કેવી રીતે અપાય ? - સત્ર આવું કહેશો એટલે કહેશે કે મહારાજ તપ કરવાની ના પાડે છે.
જે ગોળીથી રોગ વધતો હોય તે ગોળી લેવાની રજા અપાય કે ચાલુ હોય તોય પહેલાં બંધ કરવાનું કહેવાય. પહેલાં એ ગોળી બંધ કરવાની પછી બીજી દવા લેવાની. .
સતપ નહિ કરનારા ફાવી જશે.
તપ નહિ કરનારા પોતાને ફાવે એ રીતે પોતાની ફાવતી વાતની પુષ્ટિ કરે તેનો ઉપાય નથી. હું ચોખ્ખું કહું છું કે પ્રમાદને વધારનારો તપ ન કરાય. આનો અર્થ તપ ન કરવો - એ, કે પ્રમાદ ન કરવો - એ ? જેની આડઅસર થાય એવી દવા ન લેવી : આવું કહે તેનો અર્થ તમે શું કરો ? દવા ન કરવી – એવો અર્થ ત્યાં કરો છો? જો ત્યાં એવો અર્થ નથી કરતા તો અહીં શા માટે આવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org