________________
૩. પ્રજ્ઞાપનીયતા:
પ્રવરકોટિની શ્રદ્ધાનું વર્ણન પૂરું કરીને હવે ભાવયતિનું “પ્રજ્ઞાપનીયતા' રૂપ ત્રીજું લિંગ જણાવતાં ગ્રન્થકારપરમર્ષિ ફરમાવે છે કે આવા પ્રકારની પ્રવરશ્રદ્ધા હોતે છતે ભાવમુનિ અવશ્યપણે પ્રજ્ઞાપનીય અર્થાત્ કદાગ્રહ વગરનો બને છે. જોકે ભાવસાધુને અસદ્ગહ કેવી રીતે સંભવી શકે – આવી શંકા થઈ શકે છે પરંતુ તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે – શાસ્ત્રમાં જણાવેલાં ઉત્સર્ગપ્રધાન, અપવાપ્રધાન, વિધિપ્રધાન વગેરે અનેક પ્રકારનાં ગંભીરભાવવાળાં સૂત્રોના વિષયવિભાગને નહિ જાણતા મુનિ જ્ઞાનાવરણીયકર્મના ઉદયના કારણે મૂંઝાઈ જાય તો તેને પણ અસદ્ગહ થઈ શકે છે. આ રીતે જેને પોતાની મેળે સમજાતું નથી અને તેના યોગે જ્ઞાનાદિની આરાધના જેની સિદાઈ રહી છે તેવાને આચાર્યભગવન્ત પ્રજ્ઞાપનીય એટલે અસદ્ગહથી વિકલ બનાવે છે. શાસ્ત્રમાં કોઈ વાક્ય ઉત્સર્ગપ્રધાન હોય તો કોઈ અપવાદપ્રધાન હોય, કોઈ વિધિવાક્ય હોય તો કોઈ અનુવાદવાક્ય હોય, કોઈ નિશ્ચયનયનું હોય તો કોઈ વ્યવહારનયનું હોય, કોઈ જ્ઞાનપ્રધાન વાક્ય હોય તો કોઈ ક્રિયાપ્રધાન હોય, કોઈ ઠેકાણે લખ્યું હોય કે “એગે આયા” અને કોઇ ઠેકાણે લખ્યું હોય કે સોયના અગ્રભાગ જેટલી જગ્યામાં અનન્તા આત્મા હોઈ શકે : તેવા વખતે મતિમોહના કારણે શિષ્ય મૂંઝાઈ જાય તો આચાર્યભગવત્ત કંટાળ્યા વગર તેનો મતિમોહ દૂર કરે. પણ એ ક્યારે દૂર કરે ? શિષ્યને જો બરાબર પૂછતાં આવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org