________________
સ૦ પ્રધાનદ્રવ્યશ્રાવક તો ખરા ને ?
જો તમે પ્રધાનદ્રવ્યશ્રાવક હશો તો પ્રધાનદ્રવ્યસાધુ પણ તમારા ઉપકારક બની શકશે. પણ અત્યારે તમે વિષયાન્તર ન કરો. ભાવસાધુ ન મળે તો પ્રધાનદ્રવ્યસાધુથી કામ ચલાવીશું, પણ અત્યારે તો ભાવસાધુને ઓળખવા માટે આપણો પ્રયત્ન ચાલુ છે. ભાવસાધુનાં લિંગો સમજી લઈએ તો ભાવસાધુતા પ્રત્યે બહુમાન જાગ્યા વિના નહિ રહે. ભાવસાધુનાં લિંગો જાણ્યા વિના દ્રવ્યભાવનો ભેદ કેવી રીતે પાડશો ? જે દિવસે સાધુ થવાનું મન થાય તે દિવસે ભાવસાધુની શોધમાં નીકળવું પડશે. પૃથ્વીચંદ્રની પત્નીઓ પ્રતિબોધ પામીને દીક્ષા લેવા તૈયાર થઈ ત્યારે પૃથ્વીચંદ્ર તેમને કહ્યું હતું કે હમણાં થોડો વખત ખમી જાઓ, કારણ કે સુગુરુનો હજુ યોગ નથી.' કંઈ સમજાય છે? કેવળજ્ઞાનીના કાળમાં પણ સુગુરુનો યોગ સુલભ ન હતો! સુગુરુની પ્રતીક્ષામાં રહેલા પૃથ્વીચંદ્ર કેવળજ્ઞાન પામી ગયા. સની પ્રતીક્ષામાં પણ કેવળજ્ઞાન મળે પણ કુગુરુની નિશ્રા સ્વીકારીએ તોય કેવળજ્ઞાન તો ન મળે અને ઊલટું સંસારમાં પરિભ્રમણ કરવાનું બાકી રહે... આપણે શું કરવું છે – એ શાંતિથી વિચારી લેવાનું. - વર્તમાનમાં આપણે જે રીતે જીવી રહ્યા છીએ, જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ-એ પ્રવૃત્તિઓથી મોક્ષ મળી શકે એવું નથી. જે દિવસે મોક્ષમાં જવાનો વિચાર આવશે તે દિવસે આ બધી પ્રવૃત્તિઓ છોડવી પડશે. જે પ્રવૃત્તિઓથી મોક્ષ મળવાની આશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org