________________
નથી એવી પણ અયોગ્ય પ્રવૃત્તિઓ આપણે છોડીએ નહિ તો માનવું ન પડે કે ‘ઊંડે ઊંડે પણ મોક્ષ પામવાની ભાવના રહી નથી' ? આપણું પ્રમાદપૂર્ણ જીવન આપણને ડગલે ને પગલે સ્ખલના પમાડે છે. આ સ્ખલનાની પરિશુદ્ધિ કરવા જાણકાર અને ઉપયોગવાળા બનવું પડશે. કઇ કઇ જાતના પ્રમાદ છે તેનું જ્ઞાન મેળવીને તે પ્રમાથી દૂર રહેવા ઉપયોગવાળા બનવાનું. બાહ્યપરિણતિને પુષ્ટ કરનારી બાહ્યપ્રવૃત્તિઓ પણ એક જાતનો પ્રમાદ છે – એ આજનાઓને સમજાવવું કપરું છે. જે અનુષ્ઠાન અમારાં (સાધુનાં) નથી તેમાં અમે સહભાગી બનીએ એ પણ એક પ્રમાદ છે. સાધુ માટે અવિહિત એવાં પણ અનુષ્ઠાનમાં રસ લેવો તે સાધુ માટે પ્રમાદરૂપ છે. પોતાના અનુષ્ઠાનને છોડીને બીજામાં રસ લે એટલે સ્ખલના થવાની જ. બાહ્યપ્રવૃત્તિના કારણે થયેલી જ્ઞાનની સ્ખલનાના યોગે તો ચૌદપૂર્વી પણ નિગોદમાં ગયા. નિદ્રા-વિકથા એ ભયંકર પ્રમાદ છે, પણ એની સાથે બાહ્યપ્રવૃત્તિનો રસ એનાથી ય ભયંકર છે. બાહ્યપ્રવૃત્તિનો રસ જ નિદ્રાવિકથાને ખેંચી લાવે છે. વાચનામાં જ્ઞાનનો ધોધ વરસે છતાં જેને બાહ્યપ્રવૃત્તિમાં રસ હોય તેને તો અહીં ઊંધ જ આવવાની. પરપરિણતિ ઉપરથી નજર ખસેડીએ તો આત્મપરિણતિમાં લીન બની શકીશું. જે ધર્મથી અસંખ્યાત આત્માઓ તરવાના છે એ ધર્મને એક પણ ડાઘ ન પડે એ રીતે જીવવા માટે નિદ્રાવિકથાદિ પ્રમાદનો ત્યાગ કરીને સ્ખલિતની પરિશુદ્ધિરૂપ શ્રદ્ધા જાળવી લેવી છે.
Jain Education International
|૧૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org