________________
ઉપાય.
આ પ્રજ્ઞાપનીયતા પણ ઋજુભાવે કેળવવાની છે. કોઈ પણ વ્યક્તિ આપણી ભૂલ બતાવે તેને બોલતા અટકાવવા, ઉતારી પાડવા કે તોડી પાડવા માટે ભૂલ કબૂલ કરવી, હાં ભાઈ હાં! મેં જ ભૂલ કરી છે, બોલો કાંઈ કહેવું છે ?' આ રીતે ભૂલનો સ્વીકાર કરવો તે માયાપૂર્વકની પ્રજ્ઞાપનીયતા છે. સામાની વાત માત્ર સ્વીકારવી એ ગુણ નથી, સામાની વાત સરળ હૈયે સ્વીકારવી તે ગુણ. કોઈ માણસને બોલતો બંધ કરવો તે કાંઈ બહાદુરી નથી. સામા માણસની વાત ઊભી રહે, તેમની વાત તોડી પાડવા જેવું ન થાય એ રીતે ભૂલ સ્વીકારતાં આવડવું જોઈએ. ભૂલ સ્વીકારતી વખતે સામા માણસને, મારી ભૂલ તો દરરોજ થાય છે. માટે આપ ચેતવતા રહેજો. હું પણ વિચારીને સુધારવા માટે પ્રયત્ન કરીશ.” આવું કાંઈક હો તો લાયકાત પ્રગટશે. પ્રાજ્ઞતા લાવવા માટે જેમ જડતાનો અવરોધ નડે છે તેમ સરળતા માટે વક્તાનો અવરોધ નડે છે. જડતા ને વતા ટાળવા માટે પુરુષાર્થ કર્યા વિના પ્રાજ્ઞતા અને સરળતા નહિ આવે. આ બે ગુણના આધારે જ બીજા ગુણોનો આવિર્ભાવ થાય છે. જે પ્રાજ્ઞ અને સરળ હોય તે કોઈની પણ વાત સાંભળી શકે. બીજાનું સાંભળ્યાં વગર જીવી શકાય એવું એક પણ ક્ષેત્ર નથી. ઘરમાં માબાપનું સાંભળવું પડે. નિશાળમાં શિક્ષક્ન સાંભળવું પડે, નોકરી કરતાં શેઠનું સાંભળવું પડે, તો ઉપાશ્રયમાં ગુરુનું સાંભળવું પડે. કોઈને પણ માથે રાખ્યા વગર જીવી શકાય એવું જીવન સારું છે ? તીર્થંકરભગવન્તના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org