________________
પાંચે ઇન્દ્રિયોના વિષયો. અનુકૂળ વિષયોમાં ચિત્ત ચોટ્યું રહે અને પ્રતિકૂળ વિષયોથી ચિત્ત ઉદ્વેગ પામે એ વિષય નામનો પ્રમાદ. ત્રીજો પ્રમાદ કષાય. કષાયની આધીનતા એ ય પ્રમાદ છે. કાચના ઉદયને આધીન થઇને જે પ્રવર્તે છે એ આ પ્રમાદને સેવે છે. ચોથો પ્રમાદ નિદ્રા. બિનજરૂરી નિદ્રા લેવી, આજ્ઞાથી અધિક એટલે કે બે પ્રહરથી અધિક નિદ્રા લેવી તે નિદ્રા નામનો પ્રમાદ. અને પાંચમો પ્રમાદ છે વિકથા. ધર્મક્થાના બદલે બીજી વાતચીત કરવી તે બધી વિકથામાં જાય. આજે આ પાંચે પ્રકારના પ્રમાદે આપણા સાધુપણામાં દાટ વાળ્યો છે. સાધુપણા સુધી પહોંચી ગયેલા પણ ભગવાનનું ન માનતા હોય, ગુરુનું ન માનતા હોય, સાધુપણાની પરિણતિ ગુમાવી બેઠા હોય તો તે આ વિષયકષાયની પરિણતિના યોગે જ. એક પ્રમાના યોગે સાધુપણામાં અનેક દોષોનો સંચાર થયો અને અનેક ગુણો નાશ પામ્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વાધ્યાય ન થઇ શકતો હોય તો સ્વાધ્યાય કરવા માટે આહાર લેવાનો. જ્યારે વિષયકષાયની પરિણતિના યોગે એવો આહાર લેવાવા માંડ્યો કે જેના યોગે સ્વાધ્યાયનો જ ભોગ લેવાય. અગ્નિને પ્રજ્વલિત કરવા માટે લાકડાં નંખાય પણ તે એટલાં ન નંખાય કે જેથી અગ્નિ જ બુઝાઇ જાય ! સાધુપણામાં નવકારશી કરનારા અસહિષ્ણુતાના યોગે જ નવકારશી કરે છે - એવું પ્રમાણિકપણે કહી શકશે ? વર્તમાનની નવકારશીએ તો લગભગ સૂત્રપોરિસીનો ભોગ લીધો છે – એમ કહીએ તો ખોટું નથી. ગણધરભગવન્તોએ
-
EXERCI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org