________________
નથી. કહેનાર વ્યતિ હિતેચ્છુ હોય તો તેની વાત આપણી દૃષ્ટિએ ગમે તેટલી નુકસાનકારક લાગતી હોય તોય એક વાર માની લેવી, તેના કીધા પ્રમાણે કરી લેવું. પ્રજ્ઞાપનીયતાગુણ આપણે નવો નથી કેળવવાનો. જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં આપણે કોઈની કે કોઇની આજ્ઞા માનતા જ આવ્યા છીએ. શાસ્ત્રકારો જે પ્રજ્ઞાપનીયતા બતાવે છે તેમાં તો માત્ર ભગવાનની અને ગુરુની આજ્ઞા માનવાની વાત આવે છે. તેમાં શું કઠિન છે ? આપણા કરતાં પણ કોઇ સમર્થ જ્ઞાની છે એવું આપણી બુદ્ધિ જે દિવસે સ્વીકારશે તે દિવસે સરળતા પણ આવશે ને પ્રજ્ઞાપનીયતા પણ આવશે. સમર્પણભાવ કેળવી લઈએ અને આપણી બુદ્ધિ પર વિશ્વાસ મૂકવાના બદલે શાસ્ત્ર પર વિશ્વાસ મૂકી ચાલવા માંડીએ તો પ્રજ્ઞાપનીયતા આવ્યા વગર નહિ રહે. આજે પણ શાસ્ત્રીય માર્ગ સમજાવનાર આચાર્યભગવન્તો વિદ્યમાન છે. દુકાળ સમજાવનારનો નથી, સાચી જ્ઞાનપિપાસાનો છે. સાધુપણામાં ગુરુભગવન્તની પ્રજ્ઞાપનીયતા કેળવવાની તેમ ગૃહસ્થપણામાં માબાપના પ્રજ્ઞાપનીય બનવાનું છે.
સવ માબાપ પોતે ટી.વી. સિનેમા જોતાં હોય અને છોકરાને ના પાડે!
માબાપ ગમે તે કરે એની સાથે આપણે નિસબત નથી. આપણે માબાપની આજ્ઞા માનીને જીવવાનું. કાલસૌકરિક કસાઈ રોજના પાંચ સો પાડા મારતો હતો, છતાં તેના પુત્ર સુલસે શું કર્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org