________________
આજે આની ઉપેક્ષા કરી તેના યોગે આપણે માર્ગથી દૂર રહ્યા. જેમના ઉપર આપણા જીવનનો આધાર છે, જેના આધારે આપણું આત્મકલ્યાણ સાધવાનું છે તેની જ ઉપેક્ષા કરનારા આપણે નથી બનવું. આપણે ભાવસાધુ થઈએ તો સૌથી સારું. પરંતુ ભાવસાધુ ન થવાય તોય નિશ્રા તો ભાવસાધુની જ સ્વીકારવી છે - એ માટે આ લિંગો જોવાં છે. વર્તમાનમાં આપણે અજ્ઞાનના કારણે કે ઉપેક્ષાના કારણે ઉન્માર્ગગામી બન્યા એવો બચાવ કર્યો નહિ ચાલે.
સ0 અજ્ઞાની કરતાં જાણકારને પાપ વધુ લાગે ને ?
એની ના નહિ. પણ અજ્ઞાનીને પણ પાપ તો લાગવાનું જ ને ? અજ્ઞાનના કારણે બાંધેલું પાપ પણ નડવાનું તો આપણને જ ને ? અજ્ઞાનના કારણે ઉન્માર્ગે ગયા કે સમજવા છતાં ઉન્માર્ગે ગયા - એ મહત્વનું નથી. ઉન્માર્ગે ગયા છીએ - એ મહત્ત્વનું છે. ઉન્માર્ગથી પાછા ફરવું હશે તો માર્ગગામીની શોધમાં નીકળવું પડશે. એના માટે આ ભાવસાધુતાનું વર્ણન છે. દ્રવ્યસાધુની નિંદા માટે આ વર્ણન નથી, જેની–તેની નિશ્રાથી આપણો આત્મા ડૂબી ન જાય - તે માટે આ વર્ણન છે.
શ્રદ્ધાના ચોથા લિંગમાં આપણે વિચારી રહયા છીએ કે આપણને મળેલો ઉત્તમ ધર્મ ઝાંખો ન પડી જાય, નાશ ન પામે એ માટે આ સ્કૂલનાની પરિશુદ્ધિ છે. સ્કૂલનાની પરિશુદ્ધિ કરવા માટે અર્થાત્ અતિચારની આલોચના કરવા માટે સાધુપણામાં પંદર કલાકનો સ્વાધ્યાય જણાવેલો છે. આચાર્યભગવન જો ૧૮ કલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org