________________
આહાર છે એમ જાણવા છતાં તેની વિનંતિનો નિષેધ ન કરવો, સ્વીકારી લેવી તે અતિક્રમ. વહોરવા માટે પાત્રાંઝોળીની પડિલેહણ કરી તૈયાર કરવાં તે વ્યતિક્રમ. વહોરવા માટે મકાનમાંથી નીકળવું અને ગૃહસ્થના ઘેર જઇ આધાકર્મી આહાર વહોરવો તે અતિચાર અને વહોરીને લાવેલો આધાકર્મી આહાર પરઠવી ન દેતાં વાપરી જવો તે અનાચાર.
સ૦ સાધુભગવન્તને દોષિત ગોચરી વહોરાવીએ તો અમને પણ પાપ લાગે ?
કારણ વિના સાધુને દોષિત ગોચરી વહોરાવવાના કારણે ગૃહસ્થને પણ પાપ લાગે, શાસ્ત્રમાં કહ્યું છે કે નિષ્કારણ આધાદિ દોષથી દુષ્ટ આહાર વહોરાવનારને અશુભ દીર્ઘ આયુષ્ય બંધાય. પરંતુ કારણે વહોરાવ્યું હોય તો ગૃહસ્થને એમાં લાભ જ છે. સાધુભગવન્તો અપવાદપદે દોષિત આહાર લઇને પણ જેમ નિર્જરા સાધે છે તેમ ગૃહસ્થો પણ, કારણે આવો દોષિત આહાર વહોરાવવા છતાં સુપાત્રદાનના સુંદર ફળને પ્રાપ્ત કરે છે. સુપાત્રદાનજેવું ગૃહસ્થપણામાં તરવાનું બીજું એકે સાધન નથી. આ સુપાત્રદાનના પ્રભાવે કેટલાય આત્માઓ સમ્યગ્દર્શન પામી ગયા, કેટલાય ચારિત્ર પામી ગયા અને કેટલાય મોક્ષ સાધી ગયા. તમારે ય તરવું છે ને ?
સ૦ સાધુભગવન્ત વહોરવા આવે ત્યારે અમારે શું ભાવવું ? ‘આ ગ્રહણ કરો અને મને તારો’ - આ એક જ ભાવનાથી
-
ગૃહસ્થે સુપાત્રદાન કરવાનું છે. ‘આ સુપાત્રદાનના પ્રભાવે કેઇ આત્મા
Jain Education International
૧૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org