________________
એટલી પણ તૈયારી ન હોય તેવા અયોગ્યને એકે દેશના ન અપાય. અયોગ્ય જીવને કોઈ પણ સંયોગમાં દેશના ન આપવી એ જ શુદ્ધદેશતા છે.
ભાવયતિના બીજા શ્રદ્ધા નામના લિંગના ત્રીજા સન્માર્ગદેશના નામના લિંગમાં આપણે જોઈ આવ્યા કે શાસ્ત્રમાં જે પ્રમાણે જણાવ્યું હોય તેને અનુસરીને જ દેશના આપવી. અહીં શિષ્ય શંકા કરે છે કે જે, શાસ્ત્રમાં જણાવેલ નથી એ વિવાદાસ્પદ મુદ્દાઓમાં ગીતાર્થભગવન્તો શું કરે ? કારણ કે વિવાદાસ્પદ વસ્તુઓ લોકો શું પૂછવાના અને શાસ્ત્રમાં તો તેનો ઉલ્લેખ ન હોય તેવા વખતે ગીતાર્થો કઈ રીતે વર્તે ? આ પ્રમાણેની શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જે વિવાદાસ્પદ વિષય હોય અને શાસ્ત્રમાં તેનું સમાધાન મળતું ન હોય તેવા વિષયમાં ગીતાર્થભગવન્તો; જેનો શાસ્ત્રમાં નિષેધ પણ ન હોય તેમ જ જેનું વિધાન પણ ન હોય છતાં પૂર્વના સંવિગ્ન ગીતાર્થભગવન્તોએ જેનો વિરોધ ન કર્યો હોય તેવી આચરણાને પ્રમાણભૂત ગણે. શાસ્ત્રમાં જે વસ્તુનું ચૈત્યવંદનઆવશ્યકાદિની જેમ કરણીય તરીકે વિધાન ન કરેલું હોય, પ્રાણાતિપાતાદિની જેમ અકરણીય તરીકેનો જેનો નિષેધ કરેલો ન હોય એવી કોઈ પણ આચરણા; પૂર્વના સંવિગ્ન ગીતાર્થભગવન્તો દ્વારા અનિષિદ્ધ હોવાથી લોકમાં લાંબા કાળથી રૂઢ થયેલી હોય તો તેવી આચરણા ‘‘પૂર્વના પુરુષોએ સ્વમતિકલ્પનાથી કરેલી હોવાથી અપ્રમાણ છે” એમ ક્હીને ગીતાર્થભગવન્તો એ આચરણાને
Jain Education International
૧૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org