________________
સવ યોગ્ય દેશના આપી માટે.
યોગ્ય દેશના પણ યોગ્યે યોગ્યને આપી માટે – એ ભૂલી ન જાઓ. યોગ્યને યોગ્ય પાત્ર મળી જાય અને યોગ્ય દેશના આપવામાં આવે તો કેવું સુંદર પરિણામ આવે એ સમજાય છે ને ? - સ0 અયોગ્ય જીવને પણ યોગ્ય દેશના આપીએ તો તે ધીરે ધીર યોગ્ય ન બને ?
બની શકે. પણ અયોગ્યતા કેવા પ્રકારની છે-એ પણ જોવું પડે ને ? જેનું માથું ખાલી હોય એવા અયોગ્યને યોગ્ય બનાવાય, પણ જેનું હૈયું ખાલી હોય તેવા અયોગ્યને યોગ્ય કેવી રીતે બનાવાય ? જેનું માથું ખાલી હોય તેને નિશ્રા અપાય. પણ હૈયા વગરનાને સાચવી ન શકાય. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુભગવન્તની વાચના સાંભળીને જેના હૈયામાં સંવેગ અર્થાત મોક્ષનો અભિલાષા પ્રગટ ન થાય તેને વાચનામાંડલીમાંથી ઉઠાડી મૂકવો.
સ૮ બુદ્ધિ ઓછી હોય તો ?
બુધિની અલ્પતા તો જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી હોય, જ્યારે પરિણામમાં સંદ્ધિતા મોહનીયના ઉદ્યથી આવે છે. જ્ઞાનાવરણીયના ઉદયવાળાને નભાવાય. કારણ કે જ્ઞાનાવરણીયના ઉદયના કારણે કાંઈ મોક્ષની ઇચ્છા નથી રોકાઈ જતી. પણ મોહનીયના ઉદયવાળાને ન નભાવાય. કારણ કે એની તો મોક્ષની ઇચ્છા જ મરી ગયેલી હોય છે. મોહનીયના ઉદયવાળો પણ એને આધીન ન હોય અને એ ઉદયને ટાળવા માટે મહેનત કરતો હોય એવાને પણ નભાવાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org