________________
ન આવે તો સમ્યગ્દર્શન મળે. ઘણા લોકોને ભેગા કરવા માટે જેઓ સિદ્ધાન્તમાં બાંધછોડ કરે તેઓ સમ્યક્ત્વ કેવી રીતે પમાડી શકે ? સ૦ બધે લાલ કેસર હોય અને આપણું કેસરી હોય તો કોણ
લે?
કોઈ ન લે તો ચિંતા નહિ, આપણું ચોખ્ખું છે એથી સડી નથી જવાનું. જેનું કૃત્રિમ હશે તેનો રંગ ઊડ્યા વગર નહિ રહે. ભગવાનનું શાસન એ કંઈ લહાણી કરવાની વસ્તુ નથી. જે અર્થી હોય, સામેથી આવ્યો હોય તેને જ આપવાનું, નહિ તો આપણી પાસે સાચવી રાખવાનું. અયોગ્ય જીવને શાસન ન આપીએ એટલે શાસન નાશ નહિ પામે. ભગવાનનું શાસન એકવીસ હજાર વરસ સુધી ટક્વાનું છે. આ શાસન અયોગ્યના હાથમાં ન જાય તેની સૌથી પહેલાં કાળજી રાખવાની. અયોગ્યને શાસન ન આપવું એ પણ એક પ્રકારે શાસનની રક્ષા છે. ઘણા લોકોને ભેગા કરવા માટે અમારે દેશના નથી આપવાની. જે અર્થી છે તેઓ સાચું સમજી જાય અને ઉન્માર્ગે ન જાય એ માટે અમે પાટ ઉપર બેસીએ છીએ. કોઈની ટીકાટિપ્પણ કરવાનો અમારો આશય નથી. જેઓ ભગવાનની આજ્ઞા માનતા નથી, ભગવાનની આજ્ઞા પાળતા નથી તેઓ યાપાત્ર છે. આપણે એવા ન બનીએ – એટલાપૂરતી આ વાત છે.
ન
આપણે જોઈ ગયા એ અનાથીમુનિએ દેશના એવી આપી કે ભાવિ તીર્થંકરના આત્મા એવા શ્રેણિક મહારાજા એક જ દેશનામાં નિર્મળ સમ્યક્ત્વ પામી ગયા.
000000000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org