________________
મ
બચ્ચું એકલું પડી ગયું હોવાથી સિંહણ પણ પોતાનાં બચ્ચાં સાથે તેને ઉછેરવા લાગી. આ સિંહનાં બચ્ચાં હાથીને મારવા માટે જતા ત્યારે આ શિયાળિયાના બચ્ચાને થયું કે હું પણ હાથીને મારવા માટે જઉં. એક વાર એ બચ્ચાં રમતાં હતાં તે વખતે એક હાથી ત્યાંથી પસાર થતો હતો. એ જોઈને પેલું શિયાળિયાનું બચ્ચું પોતાની માતા-સિંહણને પૂછવા ગયું કે હું પણ હાથીને મારવા જઉં? તેનું આ શૌર્ય જોઈ સિંહણે તેને કહ્યું કે- “શ્રોસ રિવોલસિ, दर्शनीयोऽसि पुत्रक! । यस्मिन् कुले प्रजातोऽसि गजस्तत्र न
ન્યતા” “હે પુત્રક તું શૂર છે, સમર્થ છે અને દેખાવમાં રૂપાળો છે તે હું જાણું છું પરંતુ તું જે કુળમાં જન્મ્યો છે તે કુળમાં હાથી હણાતો નથી.
તમારે શિયાળિયાજેવા થવું છે કે સિંહજેવા ? શાસનની રક્ષા કરવી હશે તો સિંહ જેવા બનવું પડશે, શિયાળિયાં બન્યું નહિ ચાલે. સિદ્ધાન્તની રક્ષા કરવા માટે તો સર્વ કેળવવું પડશે. સગાં નહિ જોવાય, સંબંધી નહિ જોવાય, પરિચિત નહિ જોવાય. જેને પરિચિતોની શરમ નડતી હોય તેણે ઘર સંભાળીને બેસી રહેવાનું, સિદ્ધાન્તની રક્ષા કરવા નહિ જવાનું. તમને તો સગા-સંબંધી, વેવાઈ-વેવાણ, ધંધા વગેરેના સંબંધ સાચવીને રાખ્યત્વ પામવું છે ! સમ્યત્વ એ કાંઈ છાપું નથી કે કોઈ ફેરિયો આવીને તમારા ઘરમાં નાંખી જાય! સમ્યત્વ પામવા માટે જાત ઘસવી પડશે અને મમત્વ મારવું પડશે. સિદ્ધાન્તને સ્વીકારવામાં કોઈ પણ સંબંધ આડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org