________________
ભગવાનની આજ્ઞા કરતાં પોતાનો સિદ્ધાન્ત વહાલો છે તેવાઓ જ સાચી તિથિ આરાધવાને બદલે ખોટી તિથિ આરાધવા તૈયાર થાય છે અને એમાં સંઘની એકતાનું ઓઠું લે છે.
સ૦ જૈન પંચાંગ હોય તો સાચી તિથિ કઈએ જણાય, પરન્તુ જૈન પંચાંગ તો ક્ષય પામ્યું ને ?
જૈન પંચાંગ તો આશરે બે હજાર વરસ પહેલાં વાચક્રવર શ્રી ઉમાસ્વાતિજી મ. ના વખતથી જ વિચ્છેદ પામ્યું છે. અને ત્યારથી લૌકિક પંચાંગ માનવાની શરૂઆત થઈ છે. જૈન પંચાંગ મુજબ જ તિથિ માનવાનો આગ્રહ રાખનારને કહેવાની જરૂર છે કે જૈન જ્યોતિષી મળે પછી જ મુહૂર્ત કાઢજો અને જૈન વૈદ્ય મળે પછી જ દવા કરાવજો ! વૈધશાસ્ત્ર લૌકિક મનાય, જ્યોતિષશાસ્ત્ર લૌકિક મનાય, પંચાંગ માત્ર લૌકિક ન મનાય ! લૌકિ પંચાંગનું ફાવે – એટલું માનવાનું અને ન ફાવે એ નહિ માનવું એ તો અર્ધજરતીય ન્યાય છે. જૈન પંચાંગ વિચ્છેદ ગયા પછી લૌકિ પંચાંગ માનવાનું છે તો એમની રીતે માનવાનું. લૌક્કિ પંચાંગમાં બતાવેલી અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવાની અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ માનવાની - એ ન્યાય ક્યાંનો ? જેને સિદ્ધાન્ત માનવો હોય એના માટે બંધન છે. સિદ્ધાન્ત માનવો ન પડે એટલા માટે તિથિને સામાચારી કહીને છટકી જવું હોય એના માટે કોઈ બંધન નથી. તિથિને સામાચારી કહેનારાએ પણ એટલું તો યાદ રાખવું કે સામાચારીનું પાલન કરવું એ પણ એક સિદ્ધાન્ત છે. સામાચારીને
B
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org