________________
પણ સ્વદ્રવ્યથી કરવાનું છે. ઉપાશ્રયમાં રાખેલાં કપડાંથી કે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ માટે મૂકી જનાર શ્રાવકને પૂછ્યા વિના તેનાં સામાયિકનાં વસ્ત્રોથી સામાયિક ન કરાય. પૂછ્યા વગર કોઈની પણ વસ્તુ લેવાથી અદત્તાદાનનું પાપ લાગે છે. સામી વ્યક્તિ પોતે આપે
છતાં આપણા માટે એ પરદ્રવ્ય હોવાથી જો તે વપરાય નહિ તો પૂછ્યા વગર કેવી રીતે વપરાય ?
સ0 આશય તો સારો છે, સામાયિક કરવાનો જ છે ને ?
આશય ગમે તેટલો સારો લાગતો હોય છતાં પણ જો ભગવાનની આજ્ઞા સચવાતી ન હોય તો તે સારા આશયની કોઈ કિંમત નથી.
સવ આશયશુદ્ધિ કોને કહેવાય ? ભગવાનની આજ્ઞા પાળવાનો આશય-એનું નામ આશયશુદ્ધિ.
સ૦ આ રીતે પણ સામાયિક કરવાનો આશય હોય તેને વ્યવહારથી આશયશુદ્ધિ ન કહેવાય ?
આ વ્યવહાર નથી, આ તો અનુકૂળતા સાચવવાનો પરિણામ છે. વ્યવહાર તો તેને કહેવાય કે જે ભગવાનના શાસનને, ભગવાનની આજ્ઞાને અનુકૂળ હોય. પોતાની અનુકૂળતા મુજબ ધર્મ કરવો એ વ્યવહારશુદ્ધિ નથી. વર્તમાનમાં તમારો વ્યવહાર તો લગભગ માર્ગને અનુકૂળ બનવાને બદલે માર્ગને બાધક બને એવો છે. તમે આજ્ઞાને અનુકૂળ કેમ બનાય - એનો વિચાર કરો કે તમારી અનુકૂળતા કેવી રીતે સચવાય - એ વિચારો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org