________________
એ ય બને, પણ વિધિનો આગ્રહ નાશ પામ્યો હોય અને જેમ-તેમ ધર્મક્રિયાઓ થયે જતી હોય - એ કેમ નભાવાય ? સાધુસાધ્વી અવિધિ કરે તે તમને ગમે ? નહિ ને ? તો તમે અવિધિપૂર્વકની ધર્મક્ષિાઓ મજેથી કર્યે જાઓ - એ કેવી રીતે ચાલે ? અવિધિની ભયંકરતા અને વિધિમાર્ગની ઉપાદેયતાને જણાવનારી પ્રરૂપણા જેને આકરી લાગે, અવ્યવહારુ લાગે તેનો વિધિમાર્ગનો રાગ નાશ પામ્યો છે અને અવિધિનો આગ્રહ બંધાયો છે – એવું માનવું પડે. આવાઓને કોઈ ધર્માનુષ્ઠાન કરવાનો અધિકાર નથી. શાસ્ત્રકારોએ જે અવિધિપૂર્વકનું અનુષ્ઠાન નભાવ્યું છે તે વિધિ પ્રત્યેના બહુમાનવાળાનું નભાવ્યું છે, વિધિની ઉપેક્ષા કરનારનું નહિ. વિધિ પ્રત્યે બહુમાન હોય નહિ અને આ કાળમાં તો આવું જ ચાલે, બધું જોવા બેસીએ તો સાવ રહી જઈએ...' વગેરે બોલીને વિધિ પ્રત્યે બેદરકાર બની જાણી-જોઈને અવિધિ કરે તો એવી અવિધિથી અને અનાદરપૂર્વક જેટલો ધર્મ કરવામાં આવે તેનાથી પાપ બંધાયા વગર નહિ રહે, અને એ પાપ નડ્યા વગર નહિ રહે. દિવાલની જેમ આ પાપ મોક્ષની આડું આવશે, એના યોગે આંસુ સારવાનો વખત આવશે. ભગવાનની આજ્ઞાના અનાદર જેવું એકે પાપ નથી. આજે સારામાં સારી ધર્મસામગ્રી મળ્યા પછી પણ એને આરાધવાનું મન નથી થતું તે ભૂતકાળની આવી જ કોઈ વિરાધનાનું ફળ છે. આ ભવમાં પણ જો આવી જ વિરાધના ચાલુ રાખશું તો તેના યોગે આવી જ પરંપરાથી કોણ જાણે કેવું ભવિષ્ય સર્જાશે ?! માટે સાવધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org