________________
ન્યાયવ્યાકરણ ભણ્યા નથી, તેથી મુશ્કેલી છે. બાકી ન્યાયમાં વિધ્યર્થના અનેક અર્થ બતાવ્યા છે. તેમાંથી પૂર્વાપરનો અબાધિત અર્થ લેવો હોય તો પ્રેરક અર્થ કઈ રીતે લેવાય ? તેથી અહીં જ્ઞાપક જ અર્થ લેવો જોઈએ. આ રીતે સુગુરુ પાસે સમજીને પૂર્વાપરનો વિરોધ ટાળી અર્થ કરે તેને જ ધર્મદેશના આપવાનો અધિકાર છે. અન્યથા, જો “ગમ' આ વાક્યનો ધર્મ, સંસારનું સુખ મેળવવા માટે પણ કરી શકાય.” આવો અર્થ કરવામાં આવે તો “મોક્ષના આશયથી કરાતું અનુષ્ઠાન જ સદનુષ્ઠાન છે, સંસારના સુખની ઇચ્છાથી કરાતું અનુષ્ઠાન તો અસ અનુષ્ઠાન-વિષાનુષ્ઠાન હોવાથી હેય છે.' ઇત્યાદિ શાસ્ત્રવચનોનો સ્પષ્ટપણે વિરોધ આવશે. છતાય આવા વિરોધની અવગણના કરીને જેઓ સંસારના સુખ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપવાનું સાહસ કરે છે, તેઓએ સુગુરુ પાસેથી સમ્ય રીતે - પૂર્વાપરનો વિરોધ ટાળીને - આગમના અર્થનું જ્ઞાન મેળવ્યું ન હોવાથી તેમને ધર્મદેશના આપવાનો અધિકાર નથી. આથી સમજી શકાય છે કે સુગુરુ પાસે સમ્ય રીતે અધ્યયન કરવું એ ધર્મદેશકની પહેલી યોગ્યતા છે.
સુગુરુ પાસેથી ગ્રહણ કરાતું આગમના પદાર્થોનું જ્ઞાન પદાર્થ, વાદ્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદપૂર્વાર્થને અનુસરતું હોવું જોઈએ. પદાર્થજ્ઞાન, વાદ્યાર્થજ્ઞાન વગેરેનું સ્વરૂપ અન્ય ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલું છે. અહીં આપણે સામાન્યથી અર્થ સમજી લઈએ. પદાર્થજ્ઞાન એટલે વાક્યનાં દરેક પદોનો અર્થ કરવો. દા.ત. કોઈની
Jain Education International
For Private & Personal Use Onlý
www.jainelibrary.org