________________
જણાધ્યયનસત્તરભાગ લઇ
સનાથ થયા તે જણાવ્યું. ત્યાર બાદ જેઓ દીક્ષા ગ્રહણ ક્ય પછી પણ એ દીક્ષાને આજ્ઞા મુજબ પાળતા નથી તે પણ અનાથ જ છે, કારણ કે એવાઓને આ ચારિત્રધર્મ યોગક્ષેમને કરનારો નથી બની શકતો - તે સમજાવવાનું કામ પણ તેમણે કર્યું. અનાથી મુનિના કથાનકનો આ ઉત્તરભાગ લગભગ પ્રસિદ્ધ નથી. પરંતુ ઉત્તરાધ્યયનસૂત્રમાં વીસમા અધ્યયનમાં આ વસ્તુ જણાવેલી છે. સમસ્ત કથાનકનો સારભૂત ભાગ અસલમાં આ છે. અહીં પણ ગ્રંથકારશ્રીએ લગભગ ઉત્તરાધ્યયનસૂત્રની ગાથા જણાવીને સાધુભગવન્તની અનાથતા વર્ણવી છે. પ્રવ્રયા અંગીકાર ક્ય પછી જેઓ ગુર્નાદિકની આજ્ઞા પાળતા નથી, વિઠ્યાવાતચીતો કરે છે, પાંચ પ્રહરનો સ્વાધ્યાય નથી કરતાં, મંત્ર-તંત્ર કરે છે, દોરા-ધાગા કરે છે, આધાકર્માદિક દોષોને નિ:સંકોચપણે સેવે છે, સ્વચ્છદપણે વર્તે છે.તેઓ પણ મુનિપણાના વિરાધક હોવાથી અનાથ છે. તેવાઓને નરકાદિ દુર્ગતિમાંથી બચાવવા માટે કોઈ સમર્થ નથી બનતું. અને જેઓ કુશીલોના આ માર્ગનો ત્યાગ કરીને કોઈ પણ જાતની અપેક્ષા વગરના બનીને મહાનિગ્રંથપણાના આચારને આજ્ઞાનુસારે પાળે છે તેઓ એ અનુત્તરસંયમપાલનના યોગે શાશ્વત એવા ઉત્તમસ્થાનને પામે છે અને સદા માટે પોતાના અને અન્ય જીવોના નાથ બને છે.
અનાથીમુનિની આ દેશના સાંભળતાંની સાથે શ્રેણિકમહારાજાનાં રૂંવાટાં ખડાં થઈ ગયાં. અનાથીમુનિએ વર્ણવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org