________________
શાસનની ઉત્તમતા અને ચારિત્રધર્મની તારક્તા તેમના હૈયે વસી ગઈ. અનાથીમુનિની દેશનાના પ્રવાહે તેમનો મિથ્યાત્વમળ ધોવાઈ ગયો અને તેઓ નિર્મળ સમ્યગ્દર્શનને પામ્યા. અપૂર્વ હર્ષના યોગે પુલકિત હૈયાવાળા અને રોમાંચિત દેહવાળા શ્રેણિક્યહારાજાએ અનાથીમુનિનાં ચરણોમાં અંજલિપૂર્વક નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવન્! આપનો મનુષ્યજન્મ સુલબ્ધ-સફળ છે, આપનું રૂપ લાવણ્ય-તારુણ્ય બધું જ કૃતાર્થ છે, આપ જ મહર્ષિ છો, આપ સનાથ છો. કારણ કે આપ જિનોત્તમોના માર્ગમાં સ્થિત થયેલા છો. આપની પાસેથી અનુશાસ્તિને પામેલો હું પણ આજે કૃતકૃત્ય થયો છું. મેં આપને જે પૃચ્છા કરીને આપના સુંદર ધ્યાનમાં વિદ્ધ કર્યું તેમ જ આપના જેવા મહાનિગ્રંથને જે ભોગોનું નિમંત્રણ કર્યું... તે સર્વે મારા અપરાધોની આપ ક્ષમા આપો.' આ પ્રમાણે અનાથીમુનિની સ્તવના કરીને એ અણગારસિંહને વારંવાર ભતિથી નમસ્કાર કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિના યોગે પ્રસન્ન અને પ્રશાંતચિત્તવાળા બનેલા શ્રેણિકમહારાજા સપરિવાર પોતાના સ્થાનમાં આવ્યા. અનાથીમુનિ પણ પોતાની શુદ્ધ દેશનાથી લાંબા કાળ સુધી ઘણા ભવ્યજીવોને પ્રતિબોધ કરીને અને પોતાના સર્વ કર્મસમૂહને ખપાવીને મહાનંદપદને પામ્યા.
આ રીતે શુદ્ધદેશનાના સંદર્ભમાં અનાથીમુનિનું કથાનક વર્ણવી ગ્રંથકારશ્રી અને ફરમાવે છે કે ત્રણે જગતને વિસ્મય કરનારું, મનને હરનારું આ મહામુનિનું કથાનક સાંભળીને સુસાધુઓએ સુગુરુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org