________________
સમીપે તત્ત્વનો બોધ પામી સંશુદ્ધ દેશનાવિધિમાં અથાગ પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનની આજ્ઞામાં ઓતપ્રોત બન્યા હોય અને ભગવાનનું શાસન રગેરગમાં વ્યાપી ગયું હોય તેનું જ આ પરિણામ છે કે જેના યોગે અનાથીમુનિ, વિષયસુખના ભારે રસિયાનું પણ એ સુખનું ગૌરવ અને સંપત્તિનું અભિમાન દૂર કરી શક્યા. એક જ દેશનામાં અનાદિનું મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન પમાડ્યું, ભગવાનના શાસનનો સ્પર્શ કરાવી આપ્યો - એ અનાથીમુનિની પાત્રોચિત અપાયેલી સન્માર્ગદશનાનો જ પ્રભાવ હતો. શ્રોતામાં થોડી યોગ્યતા હોય અને વક્તા માર્ગનો જ્ઞાતા હોય તો ધાર્યું ફળ મળે. સાંભળવા આવનારનું હૈયું વીંધવા માટે આરપાર નજર માંડવી પડે છે. માયાવીઓના પરિણામને પકડી પાડીને તેમનું હૈયું વીંધવું, એ જેવું-તેવું કામ નથી. વર્તમાનમાં શ્રોતાઓની મોટે ભાગે એવી હાલત છે કે નડે કાંઈ ને ફરિયાદ કંઈ કરે. આવાઓની ચિકિત્સા કરવી એ ભારે કામ છે. જે સરળ હોય, પ્રમાણિક હોય તેની ચિકિત્સા કરવી સહેલી છે. જે માયાવી હોય તેના માયાના પરિણામને પકડીને તેની પાસે કબૂલ કરાવી પછી ચિકિત્સા કરીએ તો કામની. ખરેખર નડતું હોય મન અને આપણને કહે કે સંયોગો નડે છે તો ખોટી જ સારવાર અપાય ને ? ‘મેં ભૂલ કરી’ એમ બોલે ખરા પણ પાછા સંયોગોના કારણે ભૂલ થઈ એ બતાવ્યા કરે. જો પોતાની ભૂલને આગળ કરે તો આપણે કહીએ કે 'હવે તારી ભૂલ સુધારી લે, બીજી વાર આવું નહિ કરતો.’ પણ સંયોગોનો દોષ કાઢ્યા કરે એને કેવી રીતે સુધારી
Jain Education International
૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org