________________
દીક્ષા આવતી કાલે સવારે જ ગ્રહણ કર્યુંઆ પ્રમાણે વિચારતાં તેમને સહેજ આંખ લાગી ગઈ. આ સંકલ્પ થતાંની સાથે જ જાણે તેમનું કર્મ હઠી ગયું, કર્મો હટ્યાં, અશાતા ય ગઈ અને સાથે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમે ય પ્રગટ થઈ ગયો. તેમની કાયાને અને તેમના આત્માને જાણે નવી ચેતના મળી ! બીજે દિવસે પ્રભાતે તેમણે પોતાના સંકલ્પ મુજબ સ્વજનવર્ગની અનુજ્ઞા લઈ પ્રવ્રજ્યા પણ ગ્રહણ કરી. આપણે કદાચ આ સ્થાને હોત તો શું કરત? બહુ પીડા થઈ એટલે સહેજ વિચાર આવ્યો હતો એમ કહીને ફરી જઈએ તો નવાઈ નહિ ને ? અનાથી મુનિ ન ફર્યા, નીકળી પડ્યા. આ રીતે પોતે પોતાના, બીજાના અને સમસ્ત ચરાચર વિશ્વના નાથયોગક્ષેમને કરનારા બન્યા.
અનાથીમુનિનો આ વૃત્તાન્ત સાંભળીને, શ્રેણિક મહારાજાનું હૈયું વીંધાઈ ગયું. સામાના હૈયામાં ભગવાનના શાસન પ્રત્યે પ્રેમ કેવી રીતે ઉપજાવવો એ, આવા મહાત્માઓના દૃષ્ટાન્તથી સમજી શકાય છે. ભગવાનના શાસનના પરમાર્થને પામેલા પરમર્ષિઓની આ એક આગવી વિશેષતા છે કે - સામાના હૈયામાં ભગવાનનું શાસન વસી જાય એવી રીતે દેશના આપે. આ જ શાસનની પ્રભાવના છે, જેના કારણે શાસન પ્રત્યે બહુમાન પેદા ન થાય એવી બાહ્ય જાહોજલાલી એ શાસનપ્રભાવના નથી. સાચા આરાધકો જ અવસરે સાચી પ્રભાવના કરવા માટે સમર્થ બની શકે છે. અનાથીમુનિએ પોતાની અનાથ અવસ્થાને વર્ણવીને પોતે કઈ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org