________________
પરિવારનું, પ્રિય પત્નીનું બધાનું વર્ણન કર્યું. એ વર્ણન તમારી આગળ કરવામાં જોખમ છે. કારણ કે એ બધું વર્ણન સાંભળતાં તમને લગભગ એમ જ થશે કે આપણને પણ આવું રાજ્ય, આવી પત્ની, આવો પરિવાર મળે તો સારું ! આવા સુંદર સામ્રાજ્યથી પરિવરેલા એવા તેમને એક વાર ભયંકર અશાતાના ઉદયથી નેત્રમાં અસહ્ય પીડા થઈ અને તેના યોગે આખા શરીરમાં દાહ ઉત્પન્ન થયો. એ અસહ્ય પીડાથી આકુળવ્યાકુળ બનેલા તેમની નેટપીડાની ચિકિત્સા માટે તેમનાં માતાપિતાએ જાતજાતના મંત્રતંત્રવાદીઓને બોલાવ્યા. અનેક વૈદ્યોના અનેક ઉપચારો છતાં તેમની પીડા શમી નહિ. તેમની પીડાના શોકથી સમસ્ત પરિવાર વ્યગ્ર બનેલો અને ખડે પગે તેમની ચિકિત્સા માટે તૈયાર હતો છતાં તેમની પીડાને કોઈ હરી ન શક્યું, એ જ તેમની અનાથતા હતી-આ પ્રમાણે મુનિવરે જણાવ્યું પોતાની પ્રિય પત્ની રાતદિવસ તેમના વક્ષસ્થળને પોતાનાં આંસુથી સીંચતી હતી, તે કાંઈ ખાતી-પીતી પણ ન હતી. એક ક્ષણ પણ તેમને મૂકતી ન હતી. આવો પરિવાર જો તમને મળી જાય તો તમે છોડો ખરા ? છોડવાનો વિચારે ય આવે ? છતાં આવી સખત પીડામાં પોતાની અનાથતા જોઈ તેમણે વિચાર્યું કે કર્મયોગે આવેલી આ વેદનાથી બચાવવા માટે કોઈ સમર્થ નથી. સમસ્ત વેદનાઓનું મૂળ જે કર્મ છે તે કર્મને ટાળનાર અને યોગક્ષેમ કરનાર એક ચારિત્રધર્મ જ ત્રાણરૂપ-શરણરૂપ છે. આથી જો મારી આ વેદના કોઈ પણ રીતે શાંત થાય તો સક્લ કર્મોનું ઉન્મેલન કરનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org