________________
સાધકની નજર ભાવસાધુપણા ઉપર સ્થિર થાય છે. ગૃહસ્થપણાના ઉત્તમમાં ઉત્તમ કોટિના ધર્મનું ફળ આ ભાવચારિત્રની પ્રાપ્તિ જ છે. એક બાજુ કર્મયોગે આવેલાં દુઃખોના ઢગલાનો ભોગવટો થયા કરે, બીજી બાજુ નિર્જરાનો ઢગલો થયા કરે-તેનું નામ ભાવસાધુપણું. સંસારમાં જે દુઃખો ન ભોગવ્યાં હોય એવાં પણ દુઃખો સાધુપણામાં સ્વેચ્છાથી ભોગવવાનું કામ સાધક કરે. સ્વેચ્છાથી દુઃખ ભોગવ્યા વિના ગુણને પ્રાપ્ત કરવાની યોગ્યતા વિકાસ પામતી નથી. જ્ઞાન માર્ગ સુઝાડે છે, ચારિત્ર માર્ગે ચલાવે છે અને શ્રદ્ધા બહારના ઘા ઝીલવાનું કામ કરી સ્થિર બનાવે છે. શ્રદ્ધાના કવચ વિના ચારિત્રની રક્ષા થઈ શકે એવું નથી. આથી આપણે ભાવસાધુના શ્રદ્ધા નામના લિંગને વિસ્તારથી વિચારી રહ્યા છીએ. દુનિયાના ગમે તેવા કારમા ઘા ઝીલવાનું સામર્થ્ય જે શ્રદ્ધામાં છે - એ શ્રદ્ધાની વાત પણ જેને ખંડનાત્મક લાગે તેવા શ્રદ્ધાને કઈ રીતે પામી શકે ? જ્યાં અવિરતિ ઘણી છે અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અલ્પ છે એવા પણ ચોથા ગુણઠાણે ટકી શકાતું હોય તો તે એકમાત્ર શ્રદ્ધાના બળે જ ટકી શકાય છે. આ શ્રદ્ધા જ ચોથેથી છઠે-સાતમે પહોંચાડે છે. તેવી જ રીતે છઠ્ઠાસાતમા ગુણઠાણાની પ્રવર શ્રદ્ધા સામર્થ્યયોગમાં લઈ જાય છે. જે શ્રદ્ધાના બળે તરાય છે તે શ્રદ્ધાને મજબૂત બનાવવા માટે અશુદ્ધનો ત્યાગ કરવો પડશે અને શુદ્ધનો રાગ કેળવવો પડશે. મન ન માને તોય પ્રયત્ન કરવો પડશે, કારણ કે વસ્તુ એકાન્ત કલ્યાણકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org