________________
છે. ડોળી ઉપાડનાર ધારે તો જીવરક્ષા કરી શકે, વ્હીલચેરમાં એ શક્ય નથી. તેથી હીલચેર તો મૂળવતનો નાશ કરનારો છે. વ્હીલચેરનો ઉપયોગ કરનારને બીજાં વાહનોનો ઉપયોગ કરતાં સંકોચ રહેવાનો નથી. સ્થિરવાસનો શાસ્ત્રીય અપવાદ કોઈ કારણે અનુકૂળ ન હોય તો જ ડોળીનો ઉપયોગ કરવાનું વિચારાય. વિહાર અશક્ય બને ત્યારે સ્થિરવાસનો વિચાર પહેલો કરવો જોઈએ. માર્ગની રક્ષામાં કલ્યાણ છે, આપણી અનુકૂળતા સાચવવા માટે માર્ગ ભૂંસવામાં કલ્યાણ નથી. સાધુપણાના માર્ગના જ્ઞાતા બનો, સાધુપણા પ્રત્યે પ્રેમ કેળવી લો અને થોડા ઉદાર બનો તો તમે જાતે માર્ગની રક્ષા કરી શકશો અને માર્ગના રક્ષકોને સહાય પણ કરી શકશો. કોઈ સંયોગોમાં સ્થિરવાસ કરી શકાય એવું ન હોય તો ચાતુર્માસ માટેનો વિહાર ડોળીમાં કરવો પડે – એ બરાબર, પરંતુ તીર્થયાત્રા, ઉત્સવમહોત્સવ વગેરે પ્રસંગો માટે ડોળીમાં વિહાર કરવો – એ વ્યાજબી ન ગણાય.
સવ અંજનશલાકા-પ્રતિષ્ઠા માટે સાધુની જરૂર પડે તો ?
અંજનશલાકા કરાવવી હોય તો જ્યાં સાધુભગવત હોય ત્યાં જઈને કરાવવી, પોતાના ગામનો અને પોતાના સ્થાનનો મોહ ન રાખવો. અને પ્રતિષ્ઠા માટે તો શ્રાવકની જરૂર છે. સાધુભગવન્તની એમાં જરૂર નથી. સાધુભગવન્ત વગર પ્રતિષ્ઠા કરાવી શકાય છે. સાધુભગવન્ત વિના ન થઈ શકે એવી એકે ક્રિયા પ્રતિષ્ઠાવિધિમાં આવતી નથી. પ્રતિષ્ઠા એ કાંઈ એવું અનુષ્ઠાન નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org