________________
સ૦ બાલમાં !
આ સારું ! પોતાની જાતને બાલ કહીને છટકી જવું છે ? પંડિત બનો તો ભગવાનની આજ્ઞાનો વિચાર કરવો પડે એટલે એમાંથી છટકી જવા માટે બાલ બનવાનું પસંદ કર્યું ! સારી વાણિયાબુદ્ધિ ચલાવી ! પરન્તુ બાલ બનવું પણ સહેલું નથી. જો તમે બાલ હો તો વ્હીલચેરના સાધુને પણ સાધુ નહિ મનાય. બોલો છે તૈયારી ? બાલજીવ બનવું હશે તો એક પણ અપવાદ સેવનારને સાધુ નહિ મનાય. તમે બાલજીવ હશો તો નવકલ્પી વિહાર જ સાધુ કરે, સ્થિરવાસે ય ન કરે, ડોળી પણ ન વાપરે અને વ્હીલચેર પણ ન વાપરે – એમ સમજાવીશું. તમે મધ્યમ હશો તો સમજાવીશું કે – નવક્લ્પી વિહાર થઇ શકે એવું ન હોય તો અપવાદપદે સ્થિરવાસ કરવો અને એ ય બને એવું ન હોય તો ડોળીમાં વિહાર કરવો. અને તમે જો પંડિત હશો તો જરૂર પડ્યે વાહનમાં બેસીને પણ વિહાર કરાવવો પડે.. એમ સમજાવીશું. ફાવે ત્યારે બાલ બને અને ફાવે ત્યારે પંડિત બને ! એવાને એકે ઉપદેશ ન અપાય.
-
સ૦ ડોળી વાપરવી પણ વ્યાજબી નથી, એવું કેમ ?
ડોળી ઉપાડવા માટે માણસ રાખવા પડે, તેમની સાર-સંભાળ રાખવી–રખાવવી પડે, તે જે વિરાધના કરે, વ્યસન વગેરે સેવે તેની અનુમોદનાનો દોષ લાગે, વિહારનાં ગામોમાં શ્રાવક વગેરેને અપ્રીતિનું કારણ બને : આવા બધા કારણે ડોળીનો ઉપયોગ કરવા જેવો નથી. વ્હીલચેરમાં તો આ બધા દોષો સાથે જીવવિરાધનાનો મહાદોષ
(૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org