________________
કઈ રીતે સંગત થાય એના માટે તર્ક કરતા હો તો બરાબર છે. પરન્તુ માર્ગને ખોટો ઠરાવવા માટે તર્ક લડાવ્યા કરો તો માનવું ન પડે કે શ્રદ્ધા રહી નથી ? બેને બે ચાર થાય એ ગણિતમાં કદી શંકા પડી ? મારી બુદ્ધિમાં બેસે તો જ માનું એવો આગ્રહ ત્યાં સેવ્યો ? અને કદાચ એવો આગ્રહ રાખો તો સમજાવનારને પણ પૂછવું પડે ને કે “તારી પાસે બુદ્ધિ છે ખરી ?' એવી જ રીતે અહીં પણ ભગવાનની વાત સર્વજ્ઞના વચન તરીકે તો બેને બે ચાર જેવી સ્પષ્ટ છે. જો ભગવાનનું વચન ખોટું હોય તો તેમની સર્વજ્ઞતામાં ખામી આવે. જો ભગવાન સર્વજ્ઞ હોય તો તેમનું વચન ખોટું ન હોય, મારી બુદ્ધિ અલ્પ છે, મિથ્યાત્વથી વાસિત છે માટે મને સમજાતું નથી, મારી બુદ્ધિમાં બેસતું નથી- આ પ્રમાણે જે વિચારે તેને ભગવાનનું વચન ન સમજાય તોય તેની શ્રદ્ધા અવિચલ હોય. શ્રદ્ધા પામવી હોય, ટકાવવી હોય તો તર્ક કરવાના બદલે સમજવા માટે પ્રયત્ન કરવા માંડો. .
શ્રદ્ધાના સન્માર્ગદશના નામના લિંગમાં બાલાદિ જીવોને જોઈને તેમને ઉચિત હોય તેવી જ દેશના આપવી – એ સમજાવવા માટે શ્રેણિમહારાજા અને અનાથીમુનિનું દૃષ્ટાન્ન ગ્રંથકાશ્રીએ આપ્યું છે. એ દૃષ્ટાન્ત શરૂ કરવા પહેલાં એક પ્રશ્ન પૂછી લઉં. તમે બાલાદિ જીવોનું સ્વરૂપ સાંભળ્યું. એના ઉપરથી તમારી જાતનો પણ વિચાર કર્યો હશે ને ? તમે શેમાં સમાઓ છો ? બાલમાં, મધ્યમમાં કે પંડિતમાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org