________________
એમનું ચિત્ત હરી લીધું છે. મુનિવરને નમસ્કાર કરીને મુનિવરની અત્યન્ત નજીક પણ નહિ અને અતિદૂર પણ નહિ એવા સ્થાનમાં ઊભા રહે છે. શ્રેણિક મહારાજા ધર્મ પામેલા નથી છતાં ઔચિત્ય, વિનયગુણ કેવો દાખવે છે ? ધર્મ પામવાની યોગ્યતા ધરનારા જીવો કેવા હોય છે એ પણ જોવા જેવું છે. આજે તો ધર્માત્મા ગણાતાઓ પણ વંદન કરવા આવે અને સાધુભગવન્ત સ્વાધ્યાયમાં મગ્ન હોય તોપણ “સ્વામી શાતા છે ” એમ; જવાબ ન આપે ત્યાં સુધી પૂછ્યા જ કરે ! આને ઔચિત્ય કહેવાય ?
સઅમે વંદન કરીએ અને મહાત્મા સામે ન જુએ તો ?
તો તમારે સમજવું કે આજે ખરા મહાત્મા મળ્યા. ઊલટું સામે જુએ તો ચિંતા થવી જોઈએ, કે તેમના સ્વાધ્યાયના ભોગે મારી તરફ નજર શા માટે કરી? તમારું તો ઊંધું ખાતું છે. સાધુભગવન્તને શાતા પૂણ્યા પછી જો તે ધર્મલાભ ન આપે તો માઠું લાગે અને પ્રતિક્રમણ-સામાયિક પારવા માટે ઈરિયાવહીના આદેશ ન આપે, તોય જાતે પાણીને ઝટઝટ ચાલવા માંડો ને ? સાધુભગવન્ત પોતાની સાધુક્રિયામાં મગ્ન હોય તેવા વખતે તેમને ખલેલ નથી પહોંચાડવી. માત્ર વંદન કરવા કે શાતા પૂછવા માટે તેમનું ધ્યાન ખેંચવાની જરૂર નથી. તમારે કાંઈ કામ હોય તો ય સાધુભગવન્તની નજર તમારી તરફ જાય એ રીતે વિનયથી ઊભા રહેવું પણ સામેથી તેમનું ધ્યાન દોરવું નહિ. અહીં શ્રેણિકમહારાજાને માત્ર નમસ્કાર જ કરવો હોત તો નમસ્કાર કરીને ચાલ્યા જાત. પરંતુ શ્રેણિક મહારાજાને તો આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org