________________
માટેનો આ પ્રયત્ન છે. ઉપદેશક આચાર્યભગવા આગમના જ્ઞાતા હોય. ક્યા અવસરે કઈ રીતે વર્તવામાં લાભ છે - એ શાસ્ત્રના આધારે જાણતા હોવાથી એ મુજબ તેઓ વર્તતા હોય છે. આથી તેમની પ્રત્યેક પ્રવૃત્તિ પરિણામે સ્વપરના કલ્યાણને કરનારી જ હોય એમાં બે મત નથી.
બાલજીવને; સમ્યગ્લોચ, પગમાં કશું ધારણ ન કરવું, ભૂમિ ઉપર શયન કરવું, બે પ્રહરની નિદ્રા લેવી, શીતોષ્ણ વગેરે પરિષહ સહન કરવા, છઠ્ઠ અમાદિ અનેક પ્રકારના કષ્ટકારી તપ કરવા, અલ્પ ઉપાધિ રાખવી, પિંડવિશુદ્ધિ જાળવવી, અનેક પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહ ધારણ કરવા, વિગઈઓનો ત્યાગ કરવો, એક દાણો વાપરીને પારણું કરવું, અનિયત વિહાર કરવો, કાયોત્સર્ગ કરવા...ઇત્યાદિ કષ્ટકારી બાહ્ય આચારો જણાવવા. જ્યારે મધ્યમજીવોને; પાંચ સમિતિ-ત્રણ ગુમિ, એ અષ્ટપ્રવચનમાતાનું અહર્નિશ પાલન સાધુભગવન્તને પરમકલ્યાણનું કારણ છે.ઈત્યાદિ સમજાવવું તેમ જ વિધિપૂર્વક આગમનું અધ્યયન કરવું અને ગુરુનું પારતન્ય કેળવવું, ગુરુભગવંતના બહુમાનથી પરમગુરુની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મોક્ષ મળે છે વગેરે સાધુભગવન્તના સદાચાર મધ્યમબુધિ જીવોને જણાવવા. જ્યારે પંડિતજીવોને ભાવપ્રધાન એવું આગમતત્ત્વ સમજાવવું. પંડિત જવો તેને કહેવાય છે કે જેઓ બાહ્ય દેખાવમાત્રને કે અનુષ્ઠાનમાત્રને નથી જોતા, પરંતુ આજ્ઞાના પ્રેમને જુએ છે. ઢગલાબંધ અનુષ્ઠાન કરે પણ શાસ્ત્રને ન માને એવાને
IIIIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org