________________
ન મળે, એની સાથે અભ્યત્તર આચાર પણ જોઈશે... આ રીતે બાલને બાલયોગ્ય દેશના આપીને તેને મધ્યમ બનાવવાનું કામ આચાર્યભગવન્ત કરે. આ રીતે આચારનું પ્રાધાન્ય સમજાવવા માટે આચાર્યભગવન્તને પણ ભગવાને બતાવેલા લોકોત્તર કોટિના આચાર પર પૂરો પ્રેમ હોવો જોઈએ. ભગવાનનો આચાર જેના હૈયે વસ્યો હોય અને શ્રોતાનું હિત કઈ રીતે થાય તેમ જ શોતાનું અહિત ન થાય તેની જેને સતત ચિંતા હોય તેવા મહાત્માઓ જ આ રીતે માર્ગાનુસારી દેશના આપી શકે. આજે તો સાધુપણામાં રહેલાને પણ આચાર પ્રત્યે કેટલો પ્રેમ છે – તે પૂછવું પડે એવું છે. શક્ય આચાર હોય છતાં ય પાળે નહિ અને પાળતા નથી પણ એનું દુઃખ ઘણું છે એમ કહીને પોતાની અયોગ્ય પ્રવૃત્તિ ઉપર સરસ આવરણ ચડાવી દે ! આને આચારનો પ્રેમ કહેવાય ? અસપ્રવૃત્તિ કરવા છતાં એને ખોટી માને - એ તો સમ્યત્વનો પરિણામ છે, ચારિત્રનો નહિ. હું ખોટું કરું છું પણ ખોટું કર્યાનું મને દુઃખ ઘણું છે' એવું બોલવાનો અધિકાર ચોથા ગુણઠાણાવાળાને છે, છઠ્ઠા ગુણઠાણાવાળાને નહિ. સમ્યત્વ ટકાવવાનું કામ તો ચોથા ગુણઠાણાવાળા ય કરે છે. સાધુપણામાં સમ્યક્તની જ રક્ષાથી નહિ ચાલે, ચારિત્રની રક્ષા કરી છઠઠું ગુણઠાણું ટકાવવાનું છે. શતિ ન હોય તો વિશિષ્ટ આરાધના સાધુન કરે એ બને, પરંતુ ગુરુભગવન્ત જેનો નિષેધ કરે એવું તો એકે ય કાર્ય ન કરે ને ? જે શક્ય ન હોય તેમાં ભાવથી પ્રતિબંધ રાખવો તે ગુણ. પરંતુ જે શક્ય છે તેમાં ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org