________________
પોષક હોવાથી કર્મબંધનું કારણ બને છે. કર્મબંધથી બચવા માટે ગરુપારતએ અમોઘ ઉપાય છે. આ રીતે સુગુરુ પાસેથી શાસ્ત્રાર્થને ભણેલા હોય અને સુગુરુની અનુજ્ઞાને પામેલા હોય તે દેશના આપવા માટે અધિકારી છે.
સુગુરુની અનુજ્ઞાને પામેલો પણ દેશના દેતી વખતે મધ્યસ્થપણે દેશના દે. કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય, શ્રોતા પાસેથી ધન કે માન ખંખેરવાનો આશય ન હોય તેમ જ પોતાના અને શ્રોતાના આત્માના હિતનો અર્થી હોય તે જ મધ્યસ્થપણે દેશના આપી શકે. શ્રોતા જોઈને વાત ફેરવે તેને દેશના આપવાનો અધિકાર નથી. શ્રોતાની યોગ્યતાને અનુરૂપ દેશના આપે એને દેશના આપવાનો અધિકાર છે. સાંભળવા આવનાર બાળ છે, મધ્યમ છે કે પંડિત છે - તે જોઈને તેમને યોગ્ય દેશના આપવી. મધ્યસ્થપણે દેશના આપવી એનો અર્થ એ છે કે શ્રીમંતને જેટલા પ્રેમથી સમજાવે, એટલા જ પ્રેમથી નિધનને પણ સમજાવે. બુદ્ધિશાળીને જે રીતે દિલ દઈને સમજાવે તેમ અલ્પબુદ્ધિવાળાને પણ દિલ દઈને સમજાવે. મધ્યસ્થતાનો અર્થ એ નથી કે બધાને એક જ લાકડીએ હાંકે ! શ્રીમંતને સુખનો રાગ મારવાનું કહે, જે મળ્યું છે તે છોડવાનો ઉપદેશ આપે અને નિર્ધનને દુઃખનો દ્વેષ ટાળવાનું કહે તેમ જ જે નથી મળ્યું તેની ઈચ્છા મારવાનું સમજાવે. બુદ્ધિશાળીને ઊંડાણથી તત્ત્વ સમજાવે, અલ્પબુદ્ધિવાળાને તેની બુદ્ધિમાં ઊતરે એ રીતે સામાન્યથી તત્ત્વ સમજાવે. જેમ વૈદ્ય દવા આપે તો મધ્યસ્થપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org