________________
આપે, રોગી રૂડો-રૂપાળો છે કે શ્રીમંત ઘરનો છે એ બધું ન જુએ પણ રોગ કયો છે એ તો જોઈને જ દવા આપે ને ? રોગને લઈને દવામાં ફેરફાર કરે તેમાં જેમ વૈદ્યની મધ્યસ્થતા હણાતી નથી તેમ બાલને બાલયોગ્ય, મધ્યમને મધ્યમયોગ્ય અને પંડિતને પંડિતયોગ્ય દેશના આપે તેમાં દેશની મધ્યસ્થતા હણાતી નથી. બાલને કડકમાં કડક ઉત્સર્ગમાર્ગ સમજાવે, મધ્યમને ઉત્સર્ગ સાથે અપવાદ પણ સમજાવે અને પંડિતને આગમતત્ત્વ અર્થાત્ પરમાત્માની આજ્ઞા જ એકાન્તે કલ્યાણર છે - એ સમજાવે. બાલને બાલયોગ્ય દેશના આપવાના બદલે મધ્યમ કે પંડિતયોગ્ય દેશના આપે તો તે પરસ્થાનદેશના કહેવાય છે. જોકે બાલાદિ જીવોને કેવી દેશના આપવી, કેવી દેશના ન આપવી વગેરેનું વિસ્તારથી વર્ણન દેશનાબત્રીસીમાં તેમ જ દેશનાષોડશકમાં કરેલું છે. આપણે તો શ્રદ્ધાનું ત્રીજું લિંગ જે સન્માર્ગદેશકતા છે તેમાં દેશના કોણ આપે
એ વિચારી રહ્યા છીએ. આથી આપણે અહીં એ વિષય વિસ્તારથી ચર્ચવો નથી. વર્તમાનમાં આ વિષયમાં કેટલાકો અર્થભેદ કરી અજ્ઞાન લોકોને ઉન્માર્ગે લઇ જાય છે, એટલાપૂરતી આ પ્રસંગે થોડી સ્પષ્ટતા કરી લઈશું. બાકી આપણો મુખ્ય ઉદ્દેશ તો ભાવસાધુતાનાં સાત લિંગો આ બે-ચાર દિવસમાં સમજી લેવાનો
છે.
વીતરાગપરમાત્માના શાસનમાં વીતરાગપરમાત્મા પછી
સર્વોચ્ચકોટિનું સ્થાન હોય તો આ ભાવસાધુનું જ છે. માટે જ
Jain Education International
૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org