________________
જ નદી ઊતરવાનું વિધાન કરવામાં આવ્યું છે. જેના કારણે રાગાદિ પરિણતિ ઘટે તે ધર્મ અને જેનાથી રાગાદિપરિણતિ વધે તે અધર્મ. હિંસામાં અધર્મ નથી અને અહિંસામાં ધર્મ નથી. અન્ને ભગવાનની આજ્ઞામાં જ ધર્મ છે-આવા પ્રકારના તાત્પર્યને ગ્રહણ કરવું તે ઐઇમ્પયર્થ જ્ઞાન. શાસ્ત્રના કોઈ પણ વાક્યનો અર્થ કરતી વખતે આજ્ઞાનું પ્રાધાન્ય સિદ્ધ કરવું તે ઔદમ્પર્યાર્થજ્ઞાન. તમારે ત્યાં વ્યાપારમાં જેમ નફો મેળવવો એ પ્રધાન છે તેમ આગમનાં પ્રત્યેક પદોનો અર્થ કરતી વખતે ભગવાનની આજ્ઞા પ્રધાન છે. શાસ્ત્રનાં પ્રત્યેક પદોમાં અને શાસ્ત્રાનુસારી અનુષ્ઠાનોમાં આજ્ઞાનું જ પ્રાધાન્ય સિદ્ધ કરે તે સુગુરુ છે. જેઓ આજ્ઞાને ગૌણ કરીને અનુષ્ઠાનનું મહત્ત્વ સ્થાપે છે તેઓ સુગુરુની કોટિમાં આવી શક્તા નથી. કોઈ પણ ધર્મમાં મોક્ષે પહોંચાડવાનું સામર્થ્ય ત્યારે જ મનાય છે કે જ્યારે તેમાં આજ્ઞાનુસારિત્વને પ્રધાન કરવામાં આવ્યું હોય. જેને મોક્ષની ઉપાદેયતા સમજાઈ જાય તેને આજ્ઞાનું પ્રાધાન્ય બતાવનારા ગુરુની પણ ઉપાદેયતા સમજાયા વિના ન રહે. અત્યારે મોક્ષમાં જવું નથી માટે જે ભટકાય તેને ગુરુ માનવા માટે તૈયાર થઈ જાઓ છો, જે દિવસે મોક્ષમાં જવાનું મન થશે તે દિવસે સાચા ગુરુની શોધમાં નીકળશો.
જેને મોક્ષે જવાનું મન ન હોય, સંસારથી છૂટવાનો ભાવ ન હોય, ધર્મ કલ્યાણકારી છે એવી ઓઘથી પણ શ્રદ્ધા ન હોય તેવાઓને ધર્મ શુદ્ધ રીતે કરવાનો આગ્રહ ક્યાંથી હોય ? આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org