________________
પણ હિંસા કરવી નહિ.' આ પ્રમાણે વાક્ય છે. તેમાં કોઇની એટલે જીવની હિંસા ન કરવી : આ પ્રમાણે અર્થ કરવો તેમ જ હિંસા પદનો અર્થ કરવો. એ રીતે માત્ર પદનો અર્થ કરવો તે પદાર્થ જ્ઞાન. એ પદોનો પરસ્પરના અન્વય સાથે અબાધિત અર્થ કરવો તે વાદ્યાર્થજ્ઞાન. વાદ્યાર્થનું જ્ઞાન એટલે “જીવને કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચાડવું.' આ રીતે વાદ્યાર્થજ્ઞાન ક્ય બાદ એ વાક્યની આગળ-પાછળ રહેલાં વાક્યોનું અનુસંધાન કરી પૂર્વમૂળ) વાક્યના સમર્થન માટે ચિંતન કરવું તે મહાવાક્યર્થજ્ઞાન. જેમ કે હિંસાનો નિષેધ બાદ શાસ્ત્રમાં ભિક્ષાટન, નવકલ્પી વિહાર, નદી તરવી વગેરે જે જણાવ્યું છે તે કઈ રીતે સંગત થાય છે અર્થાત્ ભિક્ષાટનાદિ વિહિત ક્રિયાઓ કરવા છતાં હિંસાનો નિષેધ કઈ રીતે અનાબાધ રહે છે..... ઇત્યાદિ વિચારવું તે મહાવાક્યર્થ જ્ઞાન. અને પૂર્વાપરનો વિરોધ ટાળીને અંતે ભગવાનની આજ્ઞા એ જ પ્રમાણ છે-આવા પ્રકારના તત્ત્વનો સ્વીકાર કરવો તે ઔદ૫ર્યાર્થ જ્ઞાન. જેમ કે, જો ભિક્ષાટન દ્વારા આહાર ગ્રહણ ન કરે તો સાધુભગવન્તને પણ શરીરના નિર્વાહ માટે રાંધવું પડશે. અને રાંધવામાં તો અનેક આરંભસમારંભ છે. આથી જયણાપૂર્વક ચાલીને ભિક્ષાચર્યા દ્વારા આહારને ગ્રહણ કરવાનું ભગવાને જણાવ્યું. નવકલ્પી વિહાર જો સાધુભગવન્ત ન કરે તો એક સ્થાને રહેવાથી
સ્થાનનું મમત્વબંધાય, સતત ગૃહસ્થનો પરિચય થવાથી વ્યક્તિનું મમત્વ બંધાય. એ મમત્વથી બચવા માટે નવકલ્પી વિહારનું તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org