________________
કે સુગુરુ પાસે અધ્યયન કરેલું હોવું જોઈએ. માત્ર આચાર્યભગવત્ત કે ગુરુભગવન્તનું ગ્રહણ ન કરતાં સુગુરુનું ગ્રહણ કર્યું છે – એનું કારણ સમજાય છે ? સુગુરુ કોને કહેવા ? જે વિરતિને ધરનારા હોય તે જ સુગુરુ કહેવાય ને? અને સર્વવિરતિધર કોને કહેવાય ? અઢારે પ્રકારના પાપ મનથી, વચનથી ને કાયાથી કરે પણ નહિ; કરાવે પણ નહિ અને અનુમોદે પણ નહિ તે જ ને ? દશમે રાગ તે પાપ કહેવાય ને ? એ રાગ ક્યો ? દેવગુરુધર્મ ઉપરનો રાગ કે સંસારના સુખ ઉપરનો રાગ ? જો સંસારના સુખ ઉપરનો રાગ પાપસ્વરૂપ હોય તો તેવો રાગ કરાવે, એ રાગ પુષ્ટ બને એવો ઉપદેશ આપે તે સર્વવિરતિધર કહેવાય ખરા ?
સવ અમારા કરતાં તો એક પગથિયું ઊંચા કહેવાય ને ?
ચોરી કરે અને ચોરી કરીને દાન આપે તે તમારા કરતાં એક પગથિયું ઊંચો કહેવાય ને ? દાન આપનારો ચોર, દાન નહિ આપનાર શાહુકાર કરતાં સારો નથી મનાતો તો પછી ભગવાનના વચનની પ્રગટપણે ચોરી કરનારા ધર્મદેશકો માર્ગની આરાધના કરનારા કરતાં ચઢિયાતા શી રીતે ગણાય ? શાસ્ત્રમાં કહ્યું છે કે, “અર્થની દેશના જે દીયે, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમપદનો પ્રગટ ચોર તે, તેથી કિમ વહે પંથ રે..” મોક્ષ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપવાના બદલે અર્થકામ માટે ધર્મ કરવાનો ઉપદેશ જેઓ આપે છે તેઓ મોક્ષની અને મોક્ષમાર્ગની ચોરી કરનારા છે. આ પ્રમાણે યશોવિજયજી મહારાજાએ જણાવ્યું છે. સુખનો રાગ કરે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org