________________
-
સાધુભગવન્ત ચોખ્ખી જગ્યા કે પવનવાળી જગ્યા માટે ગૃહસ્થોનાં ઘરોમાં વાસ કરે તે કેવી રીતે યોગ્ય ગણાય ? વળી કેટલાકો ઉપાશ્રયોને દોષિત માનીને શ્રાવકનાં ઘરોની વસતિને નિર્દોષ વસતિ તરીકે ગણાવીને તેમાં વાસ કરવો પસંદ કરે છે - એ વ્યાજબી નથી. શ્રાવકોનાં ઘરોમાં ઊતરવામાં જોખમ ઘણું છે. આથી એવા વખતે આધાર્માદિ દોષવાળી વસતિમાં વસવાટ કરવો – એ ઉચિત છે...ઇત્યાદિ ગીતાર્થ ગુરુભગવન્તની આજ્ઞા અનુસારે ક્ષેત્રશુદ્ધિ જાળવવી, કાળથી; સૂત્રપોરિસીમાં સૂત્ર ગોખવું, અર્થપોરિસીમાં અર્થની વાચના લેવી, અકાળે સ્વાધ્યાય ન કરવો તેમ જ કાળે (સ્વાધ્યાય-કાળે) સ્વાધ્યાય કર્યા વિના ન રહેવું. નવા સાધુઓને અર્થપોરિસીમાં પણ સૂત્ર ગોખવાનું વિધાન હોવાથી અર્થપોરિસીમાં સૂત્ર ગોખવું - એ તેમને માટે કાળશુદ્ધિ છે. અને ભાવથી; જ્ઞાનાવરણીયકર્મની નિર્જરા માટે ભણવું; વિદ્વત્તા મેળવવા, જ્ઞાની તરીકે પંકાવા કે ગુર્વાદિકથી નિરપેક્ષ બનવા માટે ન ભણવું-એનું નામ ભાવશુદ્ધિ. આ જ રીતે સાધુભગવન્તની પ્રતિલેખના, ભિક્ષાચર્યા વગેરે પણ દ્રવ્યાદિથી શુદ્ધ જ હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ સંયોગોમાં તેવા પ્રકારની શુદ્ધિ જાળવવા માટે સાધુભગવન્તો સમર્થ ન હોય તો તેવા વખતે અપવાદપદે દ્રવ્યાદિના દોષને સેવવા છતાં પણ નિર્દોષ અનુષ્ઠાનમાં ભાવથી પ્રતિબંધ(આગ્રહ) હોવાથી તેમની વિધિપૂર્વકની સેવા રૂપ શ્રદ્ધામાં કોઈ જાતની ખામી આવતી નથી. ઉત્સર્ગમાર્ગે સાધુભગવન્ત આધાર્માદિ દોષથી રહિત ભિક્ષા
Jain Education International
૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org