________________
આશ્રિતોને પણ આજ્ઞાપાલનમાં અનુકૂળ એવા માર્ગે પ્રવર્તાવતા હોય છે. ભાવથી પ્રતિબંધ જ તેને કહેવાય કે પોતે તો શક્તિ હોય ત્યાં સુધી કર્યા વગર ન રહે, પરંતુ પોતે સમર્થ ન હોય તોય બીજાને અનુકૂળતા કરી આપે. પોતાના સ્વાર્થ સામે ન જુએ, પોતાના શરીરાદિની પરવા ન કરે અને એકમાત્ર આજ્ઞા પાળવા-પળાવવામાં જ નિરત હોય - એવા આ શાસનના આચાર્યો હોય છે. આચાર્યશ્રી સંગમસૂરિજી પણ આમાંના જ એક હતા. તેઓશ્રીના શિષ્યો પણ કેવા હતા ? તેઓ પણ માર્ગના જ્ઞાતા અને આજ્ઞાના અર્થી હતા, આચાર્યભગવન્ત ઉપર પણ પૂર્ણ બહુમાનને ધરનારા હતા તેમ જ તેમના ગુણના અનુરાગી હતા. આથી આચાર્યભગવન્તને આવી સ્થિતિમાં એકાકી મૂકીને જવા માટે તેમનું મન માનતું ન હતું છતાં કોઈ સાધુએ દલીલ કરી નહિ. આ રીતે પોતાના ગુરુભગવંત એકલા રહે તો તેમાં પોતાનું ખરાબ દેખાશે – એવો પણ વિચાર તેમને ન આવ્યો. ગચ્છના નાયક એકલા રહે તો શાસનની કેવી અપભ્રાજના થાય...” એવી પણ કોઈ દલીલ ન કરી. કારણ કે બધા શિષ્યો આજ્ઞાંક્તિ હતા, પોતાના કરતાં આચાર્યભગવન્ત અધિક જ્ઞાની છે, શાસનના રાગી છે અને સ્વપરના હિતચિંતક છે - એવું તેઓ હૈયાથી માનતા હતા. આથી પરસ્પર ક્ષમાપના કરીને આંસુપૂર્ણ નેત્રોવાળા તે સર્વ શિષ્યોએ સિંહ અણગાર નામના સાધુભગવન્તને પોતાના ગુરુપદે સ્થાપીને, તેમની નિશ્રા સ્વીકારીને આચાર્યભગવન્તની આજ્ઞાના પાલન માટે ત્યાંથી વિહાર કર્યો. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org